સુરતમાં રખડતા શ્વાનનો આતંક હજુ યથાવત છે. થોડા દિવસ પહેલા જ પાંચ વર્ષની બાળકીને બચકા ભરી લેતા ગંભીર ઇજાઓ થઈ હતી તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવા હતા બાળકનું મોત નિપજ્યું હતું ત્યારે સુરતમાં વધુ એક ઘટના સામે આવી છે જેમાં પાંચ વર્ષની બાળકી પર શ્વાને હુમલો કરતા બાળકી ઘાયલ થઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરતના અલથાણ ગામની છે જ્યાં પાંચ વર્ષની બાળકી પર બે શાને હુમલો કર્યો હતો. રખડતા સ્વામી થાપો કરડી ખાતા બાળકીને બીજા થઈ હતી ત્યારે સ્થાનિકોએ દોડીને બાળકીને બચાવી લેતા કોઈ અણબનાવ બનતા રહી ગયો હતો.
સુરતમાં શ્વાનનો આતંક#surat #dogbite #dog #Accidente #Gujarat #news #viral #angrydog #kids #barking pic.twitter.com/b1vRtAU3j5
— Digvijay (@Digvija40897688) March 31, 2023
સુરતમાં છેલ્લા 40 દિવસમાં શ્વાને ત્રણના ભોગ લીધા
સુરતમાં છેલ્લા 40 દિવસમાં શ્વાને ત્રણના ભોગ લીધા છે ત્રણ પૈકી બે બાળકો જીવ ગુમાવી ચૂક્યા છે. પુખ્ત વયના નાગરિકોને શ્વાન કરી જવાના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે આ મનપાની ગંભીર બેદરકારી કહેવાય કે નહીં !!! સતત વધતા જતા આ કેસોને લઈને સ્થાનકો રોષે ભરાયા છે.
સુરતમાં થોડા દિવસ પહેલા 5 વર્ષની બાળકીનું શ્વાન કરડવાથી મોત
સુરત શહેરમાં વધુ એક વખત રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. ભેસ્તાન વિસ્તારમાં રખડતા શ્વાનના ઝૂંડે 5 વર્ષના બાળકને બચકાં ભરી લેતા બાળકને ગંભીર ઈજાઓ થઇ હતી. તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાતા બાળકનું મોત થયું હતું. પરિવારના એકના એક દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. બાળકના માતા-પિતાના સિવિલ હોસ્પિટલમાં હૈયાફાટ રુદન કર્યું હતું.