શોમાં નાની બ્રિડ 1 કિલોથી 150 કિલોના કદાવર શ્વાનો ભાગ લઇ રહ્યાં છે પોઇન્ટર ડોગ શહેરમાં પ્રથમવાર આવી રહ્યો છે: બાળથી મોટેરાને લાભ લેવા અનુરોધ
યુનિયન કેનલ કલબની રાજકોટ ખાતેની રાજકો કેનલ કલબ શાખા દ્વારા 13મીએ રવિવારે સવારે 9 થી સાંજના 7 સુધી ભવ્ય ડોગ શોનું આયોજન કરવામાં આવેલ છે. કર્ણાવતી પાર્ટી પ્લોટ, કટારીયા ચોકડી પાસે મોટામવા ખાતે યોજાતા આ ડોગ શોમાં 30 થી વધુ પ્રજાતિના 200 થી વધુ શ્વાનો ભાગ લઇ રહ્યા છે.ડોગ શો ના આકર્ષણમાં નાની બ્રિડ મેલ્ટીસ, પુડલ સાથે રાજકોટમાં પ્રથમવાર પોઇન્ટર ડોગ ભાગ લેવા આવશે. આ શોમાં સૌરાષ્ટ્ર-કચ્છના શહેરોમાંથી શ્વાન માલિકો પોતાના શ્વાનને ભાગ લેવડાવી રહ્યા છે. આ શોમાં ર્જમન શેફર્ડ, ગ્રેટડેન, સેન્ટ બર્નાડ, રોટ વીલર, ડોબરમેન, પોમેનેરીયન, સિરઝુ, લાસા, લેબ્રાડોર, ગોલ્ડન રીટરીવર જેવી વિવિધ બ્રિડ ભાગ લઇ રહી છે.
રાજકોટ કેનલ કલબના આ શોના આયોજકો એ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આ શોમાં ડોગ ફુડ, ટ્રીટમેન્ટ સાથે માઇક્રોચીપ રજીસ્ટ્રેશન સર્ટી પણ કરાવી અપાશે. તમામ શ્વાન માલિકોએ પોતાના શ્વાનનું રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. આ શોમાં શહેરના પોલીસ ડોગ-શોને પણ તેની વિવિધ સ્કીલ જાહેર જનતાને જોવાનો લાભ મળે તે માટે આમંત્રણ પાઠવવામાં આવનાર છે.આ ડોગ-શોમાં બેસ્ટ ઇન શોની ટ્રોફી સાથે બીડ વાઇઝ સિલેકશન ટ્રોફી પણ આપવામાં આવશે. કોરોના કાળ બાદ પોતાના આ ડોગ શો માટે શ્વાન માલિકો સાથે ડોગ લવરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્થળ પર પણ સ્પોર્ટ રજીસ્ટ્રેશન કરવામાં આવનાર છે.
શોમાં ભાગ લેવા અને વિશેષ માહીતી માટે શ્વાન માલિકો અને ડોગ લવરે રાજકોટ કેનલ કલબના રજીસ્ટર મો. નં. 84859 01691 ઉપર સંપર્ક સાધવો.