ધોરાજીમાં ઘણાં વર્ષોથી શ્વાનોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જતો હોય ત્યારે શ્વાનોનાં ત્રાસ થી કંટાળીને નવો તુક્કો અજમાવ્યો છે ધોરાજીનાં ઘણા વિસ્તારોમાં કંકુ પાણી ભરેલી પ્લાસ્ટીકની બોટલો સ્થાનિકો લોકો એ પોતાનાં ઘર પાસે દુકાનો પાસે રાખેલી જોવાં મળે છે અને તે લોકોનું કહેવાનું એવું છે કે અમારા ઘર કે દુકાન પાસે શ્વાનો જે ગંદકી કરી જાય છે અને જેનાથી કંટાળી ને અન્ય વિસ્તારો માં કંકુ પાણી ભરેલી પ્લાસ્ટીક ની બોટલો સ્થાનિકો રાખેલ હોય અને આ બોટલો રાખ્યા બાદ શ્વાનો ઘર કે દુકાનો પાસે રાખેલી કંકુ પાણી ભરેલી પ્લાસ્ટીક બોટલો થી દુર ભાગે છે
અને ઘર કે દુકાનો પાસે ગંદકી થતાં અટકતી છે જેથી અન્ય વિસ્તારો નાં લોકો નાં આ નુસ્ખા થી અન્ય વિસ્તારો નાં લોકો એ પણ આ નુસ્ખો કરીને કંકુ પાણી ભરેલી પ્લાસ્ટીક બોટલો રાખવાનું શરૂ કર્યું હતું ધોરાજી નાં રંગાલા મહોલ્લા મોચી બજાર વિસી પ્લોટ હિરપરા વાડી જેવા અનેક વિસ્તારો માં તથાં અન્ય વિસ્તારો માં આવી બોટલો સ્થાનિકો રાખેલ છે અને સ્થાનિકો નાં આ નુસ્ખા થી હાલતો ફાયદો જોવાં મળી રહયો છે બહાર નાં લોકો ને આ નુસ્ખા થી આશ્ચર્ય થાય છે જોવાનું એ રહયું કે આ કંકુ પાણી ભરેલી પ્લાસ્ટીક બોટલો રાખવાથી કેટલો આ નુસ્ખો કારગર થાય છે તેતો આવનાર સમય જ બતાવશે હાલ આ નુસ્ખા થી ધોરાજી શહેર માં કુહતુલ સર્જાયું છે અને હાલ મુદો ધોરાજી માં ટોપ ઓફ ધ ટાઉન બની ગયો છે