જ્યારે તમે ગેમ રમતા હોય અથવા બ્રાઉસીંગ કરતા હોય ત્યારે એન્ડરોઇડ સ્માર્ટ ફેન ગરમ થાય એ તો મોટી વાત નથી પણ તમારો સ્માર્ટ ફોન વારંવાર બવ જ ગરમ થઇ જાય છે. તો સમજો તમારા ફોનમાં કાંઇક ગરબડ છે.તમે તમારી આ ગરમ થવાની સમસ્યાને જાતે જ ઉકેલી શકો છો.ચો ચાલો આપણે જાણીએ કેટલીક ટિપ્સ જેની મદદથી તમારા સ્માર્ટ ફોનને ગરમ થવાથી બચાવી શકાય છે.
– ચાર્જર બદલાવી જોવો.
જો તમારા સ્માર્ટ ફોન ચાર્જ કરવા સમયે ગરમ થાય છે તો ચાર્જર બદલી ન જોવો પણ આવુ કરવા છતા પણ કોઇ ફેર નથી પડતો તો બેટરી પણ બદલવી પડશે કેમ કે ઘણીવાર એવુ બને છે કે તમારા સ્માર્ટ ફોનની બેટરી જુની થઇ ગય હોવાના કારણે ફોન ગરમ થાય છે.
– સોફ્ટવેર અપડેટ કરો.
જો તમારો સ્માર્ટ ફોન જુનો થઇ ગયો છે તો એકવાર સોફ્ટવેર અપડેટ કરી લ્યો. કેમ કે ઘણીવાર એવુ પણ બને છે કે સોફ્ટવેર અપડેટ ન હોય તો પણ સ્માર્ટ ફોન વારંવાર ગરમ થાય છે.
– બેક ગ્રાઉન્ડ એપ્લીકેશન બંધ રાખવી.
તમારો સ્માર્ટ ફોન ગેમ રમવા સમયે ગરમ થાય છે તો સમજો કે તમારા ફોનમાં એકી સાથે ઘણી એપ્લીકેશન ચાલુ છે. એટલે બેકગ્રાઉન્ડમાં રન થઇ રહેલી બધી એપ્લીકેશન બંધ રાખવી.
– લો રેન્જ વાળા વીડીયો જોવો
જો વિડીયો જોતા સમયે ફોન ગરમ થાય છે તો વીડીયોની સ્ટ્રિન ચેક કરી લો. કેમ કે હાઇડેફીનેશન વીડીયો જોવાથી પણ ફોન ગરમ થઇ શકે છે.
– સ્માર્ટ ફોનમાં ફેક્ટરી ડેટા રીસેટ કરો.
કોલીંગ કરતા સમયે સ્પીકર પાસે ફોન ગરમ થાય તો એકવાર ફેક્ટરી ડેટા રીસેટ કરી લો. ફેક્ટરી ડેટા રીસેટ તમને તમારા ફોનના સેટીંગમાં બેકઅપ એન્ડ રીસેટમાં મળશે.
– વધારાની ફાઇલ ડીલીટ કરો.
સ્માર્ટ ફોનની ઇન્ટરનલ મેમરી ફુલ થવાના કારણે પણ ફોન ગરમ થઇ શકે છે. એટલે વધારાની ફાઇલ ફોલ્ડર ડીલીટ કરી નાખો.
આવી અલગ અલગ રીતે તમે તમારા સ્માર્ટ ફોનને ગરમ થવાથી બચાવી શકો છો.