કેટલાંક લોકો રોજ રાત્રે સુતા બાદ કોઇ ચોક્કસ સમયે ઉઠી જાય છે તે ખરેખર ભયંકર પરિસ્થિતિ છે આ બાબત માટે આપણા શરીરમાં ઉર્જા નિકેડિયન છે. જે શરીરનાં જુદા-જુદા ભાગમાં જુદા-જુદા સમયે સક્રિય થાય છે. તો આવો જાણીએ ક્યાં સમયે ઉંઘ ઉંડે છે તો ક્યો સંકેત આપે છે.
રાત્રીનો ઉંઘ્યા બાદ ૧૧ થી ૧ ની વચ્ચે ઉંઘ ઉડે તો તમે ચોક્કસ હતાશામાં છો જેનામાટે તમારે તમારી જાતને સમજતા અને પ્રેમ કરતા શિખવું જોઇએ. તેમજ બધાને માફ કરતા પણ શિખવું જોઇએ.
જો રાત્રે ૧ થી ૩ની વચ્ચ રોજ ઉંઘ ઉડે છે તો તમારામાં ઉગ્રતાનું પ્રમાણ વધુ છે જેના કારણે આવું થાય છે. એટલે જ ગુસ્સાને કેમ શાંત રાખવો તેની ટેકનીક શિખવી અનિવાર્ય બને છે જેનાથી તમે શાંતિથી ઉંઘ કરી શકો.
૩ થી ૫ની વચ્ચે સતત ઉંઘ ઉડતી હોય ફરી તમે નિરાશામાં છો તેવો સંકેત આપે છે. એટલા માટે તમારે આત્મ જાગૃતતાની જરુર છે તેવા સમયે ઉંડા શ્ર્વાસ લેવા અને ભવિષ્ય માટે આશાવાદી વિચારો કરવા એ યોગ્ય ઉપાય છે.
જો મુહુર્ત એટલે કે ૫ થી ૭ની વચ્ચે ઉંઘ રોજ ઉંડતી હોય તો એ સમયે દર્શાવે છે કે તમે ઇમોશનલ બ્લોકેજમાં છો એટલે એ સમયે તમારા મસલ્સને સ્ટ્રેચ કરો જે તમારા શરીરની જરુરીયાત છે.
જો અચાનક જ તમારા ઉંઘ ઉડી જાય છે અને તમારું મગજ સંપૂર્ણ રીતે જાગૃત નથી થયું ત્યારે એ દર્શાવે છે કે તમારી નિર્ણય શક્તિ અને જાત પર કંટ્રોલ સંપૂર્ણ પણે જાગૃત થયા છે. ઘણી આધ્યાત્મિક સંસ્થાઓનું કહેવું છે કે જો તમે રોજ રાત્રે એક જ સમયે જાગી જાય છો તો તે ઉંડો સંકેત દર્શાવે છે. અને ખાસ તો ૩-૫ની વચ્ચે ઉઠો છો ત્યારે તે ચોક્કસપણે સાબિત થાય છે.