મોટા-વડીલોનું માનવું છે કે બાળકોના યોગ્ય વિકાસ માટે દૂધથી વધુ પૌષ્ટિક ખોરાક બીજું કોઈ છે જ નહીં. કદાચ આ જ કારણ છે કે ઘણીવાર બાળકોના રોવનું કે તમામ દલીલો કે બહાના બનાવવ્યા બાદ પણ માતા તેમના બાળકોને ધરાહાર દૂધનો એક ગ્લાસ પીવડાવી જ દે છે. સાચી વાત છે કે દૂધમાં તમામ પ્રકારની ખૂબીઓ છે કે જે બાળકોના શરીરના યોગ્ય વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે.

પરંતુ ઘણીવાર ભેળસેળ વાળું દૂધ બાળકોની તબિયતને ખરાબ પણ કરી શકે છે. એના કરતાં સારું એ છે કે તમે દૂધના પીઓ તે પહેલાં આ પદ્ધતિઓ દ્વારા ચેક કરી લો કે તમે ભેળસેળ વાળું દૂધ તો નથી પીતા ને???

દૂધમાં સ્ટાર્ચ છે કે નહીં તેની ઓળખ:-

દૂધમાં સ્ટાર્ચનું પ્રમાણ જાણવા માટે 2-3ml દૂધનો નમૂનો લો અને તેમાં 2-3 ટીપાં આયોડિનનું ટિંક્ચર નાખી મિક્સ કરો.જો દૂધ આછું બ્લૂ જણાય તો આનું મતલબ છે તેમાં સ્ટાર્ચ ભેળવેલ છે.

દૂધ માં સાબુની ભેળસેળ છે કે નહીં તેની ઓળખ આ રીતે કરો…

દૂધની ગુણવત્તા ચકાસવા માટે 5 થી 10 ml દૂધ લો અને તેમાં દૂધની સમાન માત્ર માં પાણી ને મિક્સ કરો.જો દૂધમાં સાબુની ભેળસેળ કરી હસે તો તેમાં વધારે પ્રમાણમા ફીણ દેખાશે.પરંતુ જો દૂધમાં કઈ પણ પ્રકારની ભેળસેળ નહીં હોય તો તેમાં ઓછા પ્રમાણમા ફીણ જણાશે.

કેટલીક વાર આવું થાય છે કે જ્યારે દૂધની માંગ જરૂરીયાત કરતાં વધારે થઈ જતી હોય તો વધારે કમાવવાની લાલચમાં  ડેઇલી દૂધના પ્લાનસ માં અપૂરતી ના કારણે દૂધ માં ભેળસેળ કરતાં હોય છે. આ મામલે પશુ કલ્યાણ બોર્ડના સદસ્ય મોહન સિંહ અહલૂવાલિયા એ જાણકારી આપી કે દેશમાં વેચાવવા વાળું લગભગ 68.7% દૂધ HSSAI ધોરણ થી નીચેના સ્તરનું હોય છે. માંગ પૂરી કરવા માટે ડેરી વાળા દૂધમાં ડિટર્જેંટ ,કાસ્ટીક સોડા ,ગ્લુકોઝ,સફેદ કલર અથવા રિફાઈન્ડ તેલ ની ભેળસેળ કરતાં હોય છે કે જે સ્વાસ્થય માટે અત્યંત હાનિકારક હોય છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.