ઘણી એવી વસ્તુઓ હોય છે જે આપણે સંજોગમાની લઇએ છીએ પરંતુ તે સંજોગ હોતો નથી. શક્ય છે કે કોઇ ફરિશ્તો કે ઇશ્ર્વર તમારા માટે કોઇ સંકેત મોકલાવી રહ્યો હોય અને તમે તેને માત્ર એક સંજોગ જ માનીને બેસી રહ્યા હોવ? આવુ જ છે ઘડિયાળમાં દેખાતા આંકડાનું.
આપણામાંથી ઘણા લોકોની આદત હોય છે કે તે વારંવાર ઘડિયાળ પર જોતા હોય છે પરંતુ નિયમિત રીતે ઘડિયાળમાં નજર ૧૧:૧૧, ૧:૧૧, ૩:૩૩, ૫:૫૫ વગેરે સમયે જ પડે તો તે કોઇ સંજોગ નથી તેનો આ અર્થ પણ થાય છે જે આ પ્રમાણે છે.
૧- ૧:૧૧ કે ૧૧:૧૧
– જો તમે ઘડિયાળમાં જુઓ અને તમે અવારનવાર આ સમય જોતા હોવ તો તેને અર્થ એ થાય છે કે તમારી આસપાસ ફરિશ્તાઓની હાજરી છે. આ મેસેજ છે કે તેને લાઇફમાં પોઝિટિવ રહો અને આ સેક્ધડે તમારા દિલની ઇચ્છા છે તે ઇશ્ર્વર પાસે માંગી લો.
૨- ૨:૨૨
– જો તમને ઘડિયાળમાં આ નંબર વધારે દેખાતો હોય તો સમજી જાવ કે લાઇફમાં સાચા રસ્તે છો અને આ નંબર તમને સૌથી વધારે ત્યારે દેખાશે જ્યારે તમે તમારી જાત પરથી વિશ્ર્વાસ ગુમાવી બેઠા હશો અને તમને વિચાર આવતો હશે કે તમારી જીંદગી સાચા રસ્તે જઇ રહી છે. કે નહિ તમારે બસ ઇશ્ર્વરના ટાઇમિંગમાં વિશ્ર્વાસ રાખવાની જ‚ર છે.
૩- ૩:૩૩
– જો તમે ઘડિયાળમાં આ નંબર વારંવાર જોતા હોવ તો સમજી જાવ કે તમારી એનર્જી અત્યારે ટોચ લેવલ પર છે અને તમને તમારા સપના સાકાર કરવામાં મદદ કરશે. આથી તમે જે ઇચ્છતા હોવ તેના વિષે વધુને વધુ વિચાર કરો તેને તમારી એનર્જી આપો તમે જે ઇચ્છોશો તે જ થશે.
૪- ૪:૪૪
જો ત્રણ ચોગડા એ તમારુ આંતરિક ડહાપણ છતુ કરે છે આ નંબરનો અર્થએ છે તમારી પેશનને બરાબર ફોલો કરો અને હાર ન માનો તમને જ જોઇએ છે તે મેળવવા માટે ખૂબ મહેનત કરો.
૫- ૫:૫૫
આ અર્થ એ છે કે ઇશ્ર્વર તમને કંઇક સંકે ત આપી રહ્યો છે જે તમારી લાઇફના પોઝિટીવ ચેન્જ માટે કરી રહ્યા છે. તમે તમારી લાઇફનો સાચો અર્થ શોધવાથી બસ એક જ ડગલુ દૂર છો.