ઘણી વાર આપણે નોધ્યું હશે કે નાના બાળકો મોટા કરતાં પણ વધારે ગુસ્સો અને ચીડચીડયું વર્તન કરે છે. જેમાં તે મોટાની વાતો ના સાંભળે તેમજ ,ગુસ્સામાં રહે અને ગમે ત્યારે લડવા માટે પણ તૈયાર રહે છે ૨૦ % નાના બાળકોમાં આ સ્વભાવ જોવા મળે છે. સામાન્ય રીતે માતા-પિતા એવું માને છે કે જ્યારે પણ બાળક આવું વર્તન કરે ત્યારે તે ભૂખ્યું થયું હશે નહિતર તેનો કોઈ જોડે ઝગડો થયો હશે ત્યારે ના તો તેના માતા પિતાની ના તો તેના ટીચર કોઈની પણ વાતો સાંભળતા નથી. સામાન્ય રીતે આ સ્વભાવ ૨-૩ વર્ષના બાળકોમાં વધારે જોવા મળે છે અને જો તેમાં પણ બાળકોમાં આ સ્વભાવ રોજ જોવા મળે છે તો એક ચિંતાનો વિષય છે
તેવા બાળકો સામાન્ય રીતે કોઈ જોડે હળી મળીને રહી શકતા નથી તેઓ ભણવામાં પણ પોતાનો જીવ પોરવી શકતા નથી જેના લીધે તેના જીવન પર ખૂબ જ અસર પડે છે.તેમનો આ નકારાત્મક સ્વભાવ રોગની નિશાની છે. જો આવું વર્તન ૬ મહિનાથી વધારે જોવા મળે તો તે ઑપોસિશનલ બીમારી હોવાની શક્યતા છે.
ડોક્ટરો દ્વારા ચિકિત્સા કરાવી અને દવા પણ ડોક્ટરો દ્વારા વિગત મેળવી લેવી.આ બીમારી સામે માતા પિતાએ પણ થોડી સાવચેતી રાખવી જોઈએ તેમને ખૂબ કડક સજાના આપવી જોઈએ ઑપોસિશનલ બીમારીના કારણે અન્ય માનસિક રોગ પણ થઈ શકે છે. માતા-પિતાએ તેમને પરવીરીશમા થોડો બદલાવ લાવવો જોઈએ.અને ડોક્ટર પાસે સલાહસૂચન પણ લેવું જોઈએ.