તમે હંમેશા શાળાએ જવાના સમયે બાળકોને રોતા જોયા હશે, એટલું જ નહિં નાના બાળકોને તો તેની સામે સ્કુલનું નામ આવે તો પણ રોતા જોતા હશે. પરંતુ શું તમે ક્યારેય એની પાછળનું કારણ જાણવાની કોશિશ કરી છે ? નહિં ને….? તો આવો જાણીએ કે સ્કુલનું નામ આવતા જ બાળક કેમ રોવા લાગે છે. શાળાએ જતા નાના-નાના ભૂલકાઓનું રોવાનું પહેલું કારણએ હોઇ છે કે સવાર સવારમાં વહેલું ઉઠીને સ્કૂલે જવુ પડે છે તો તેની ઉંઘ પણ ખરાબ થાય છે.
કેટલાંય નાના બાળકો સ્કૂલમાં એટલાં માટે રોવે છે કે તે પોતાના ઘર જેવો માહોલ નથી દેખાતો અને ઘરના વાતાવરણને યાદ કરીને રોવે છે કેટલીક વાર બાળકોને તકલીફ રહેતી હોય છે જેના વિશે માતા-પિતા સાથે વાત નથી કરી શકતા અને સ્કૂલે જવાથી ગભરાય છે. સ્કૂલના નામથી જ ડરવાનું કારણ એ પણ હોઇ શકે છે કે સ્કૂલમાં મળતી સજા અને ટીચરના ઠપકાથી બાળકોને ફર્ક પડતો હોય અને તે રોવા લાગે છે આ ઉપરાંત સ્કૂલમાં બાળકોને જો પોતાના મિત્રો નથી મળતા તો તેને સ્કૂલે જવામાં જરી પણ રસ હોતો નથી. તે સિવાય સ્કુલમાં ભણાવવામાં આવતા કંટાળા જનક અભ્યાસથી પણ બાળક ક્યારેય ભાગતુ હોય અને શાળાએ જવાથી કતરાતુ હોય છે.