ભારત જેવા સંસ્કૃતિ અને પરંપરાઓને અનુસરતા દેશમાં કદાચ હવે ટ્રાન્સજેન્ડર જેવો શબ્દ અજાણ્યો નથી, પરંતુ સમાજ હજુ એ પરિસ્થિતિને સ્વિકારી નથી શક્યો અને એટલે જ પોન્નુસ્વામી જેવી ટ્રાન્સજેન્ડર વ્યક્તિએ દેશનાં રાષ્ટ્રપતિને ન્યાય માટેનો પત્ર લખવો પડે છે . તો આવો વાત કરીએ પોન્નુસ્વામીની આપવિતી વિશે…..
પોન્નુસ્વામી એર ઇન્ડિયામાં કસ્ટમર સપોર્ટ એક્સીક્યુટીવ તરીકે એક વર્ષ માટે ફરજ બજાવતી હતી. એટલાંમાં તેણે જેન્ડર ચેન્જ કરાવાની સર્જરી કરાવી અને બે વર્ષ દરમિયાન ફિમેલ કેબિન કૃ માટે ચાર વાર એપ્લાય કર્યુ હતું. બાદમાં તેણીને કોલ લેટર આવ્યો હોવા છતાં તેણીને જોબ પર રાખવામાં આવી નહોતી. અને આ અન્યાય બાબતે તે એર ઇન્ડિયા અને મીનીસ્ટ્રી ઓફ સીવીલ એવીએશન વિરુધ્ધ સુપ્રિમ કોર્ટમાં ગઇ હતી. જેના પરિણામ સ્વરુપ બંનેને આ બાબતે નોટીસ આપવા છતાં કોઇએ તેને ગણકારી પણ નહિં.
આ પરિસ્થિતિમાં જ્યારે પોન્નુસ્વામીને પોતાનાં જીવન-મરણનો સવાલ આવી ગયો હતો. તેમજ ઘરે પોતાના જીવન નિર્વાહ જેટલી મૂળી પણ રહી નહોતી તેવી પરિસ્થિતિમાં તેને દેશનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ‘મર્સી’ કિલીંગ એટલે કે ઇચ્છા મૃત્યુ માટેનો પત્ર લખવાનો વારો આવ્યો હતો.
આ ઘટનાથી એટલું સ્પષ્ટ થાય છે. જ્યાં એક તરફ ભારતમાં બિનસાંપ્રદાયિકતા છે. દરેક ભારતીયને પોતાનાં મૂળભૂત અધિકારો આપવામાં આવે છે. તો ટ્રાન્સજેન્ડર વ્યક્તિને શું કામ નહિં….?