તાજેતરમાં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ ‘મર્સલ’માં એક્ટર વિજયે 5 રૂપિયાવાળા ડૉક્ટરનું કેરેક્ટર પ્લે કરીને તમામ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું હતુ. પરંતુ ફિલ્મી પડદાનું આ કેરેક્ટર રિયલ લાઇફમાં પણ છે. તે 5 નહીં પરંતુ 2 રૂપિયા લઇને દર્દીઓની જીવનદાન આપી રહ્યા છે. ચાર દાયકાઓથી તેઓ દર્દીઓને જોવા માટે માત્ર 2 રૂપિયા લે છે.
આપણે અહીંયા વાત કરી રહ્યા છે ચેન્નાઇના 67 વર્ષના રિયલ હીરો થીરુવેંગડમ વીરારાધવનની… તેમણે સ્ટેનલે મેડિકલ કૉલેજમાંથી MBBS ભણ્યા છે. ત્યારબાદ તેઓ 1973થી દર્દીઓને માત્ર 2 રૂપિયામાં સારવાર આપી રહ્યા છે, તમને જણાવી દઇએ કે તેમને ફી વધારીને 5 રૂપિયા કરી દીધી હતી તે છતાં લોકો તેમને રૂ. 2 વાળા ડૉક્ટર કહે છે.
ર રૂપિયાને લઇને થયો હતો વિરોધ:
2 રૂપિયા લઇને ડૉ. થીરુવેંગડમ વીરારાધવન એટલા જાણીતા થઇ ગયા હતા કે આસપાસના ડૉક્ટર્સ તેમનો વિરોધ કર્યો હતો. ડૉક્ટર્સ કહ્યુ કે, ”ઓછામાં ઓછા દર્દીઓ પાસેથી 100 રૂપિયા તો લીધા કરો.”
ડૉ. થીરુવેંગડમ નીકાળ્યો એક ઉપાય:
ડૉકટર્સના વિરોધ પછી ડૉ. થીરુવેંગડમ દર્દીઓ પાસેથી રૂપિયા લેવાના બંધ કરી દીધા, હવે તેમણે દર્દીઓ પર છોડી દીધુ કે તેમને જેટલા રૂપિયા આપવા હોય એટલા આપી શકે છે, તે સ્વીકાર કરી લેશે.