આ મુદે સુપ્રીમમાં થયેલી જાહેર હિતની અરજીની સુનાવણી યોજવા કોર્ટની સહમતિ
વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતનું બંધારણ પણ અનેકરીતે વિશિષ્ટ છે. આપણા બંધારણમાં નાગરિકોને અપાયેલા બંધારણીય અધિકારને સર્વોપરી ગણવામાં આવ્યા છે. નાગરીકોના બંધારણીય અધિકારોથી ઉપર સંસદ અને ન્યાયતંત્ર પણ નથી બંધારણમાં મહિલાઓને ગર્ભપાત અંગે નિર્ણય કરવાની સત્તા આપવાની સમાનતાના મૂળભૂત અધિકાર ગણીને છૂટ આપવા માટે સુપ્રીમ કોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી થઈ છે. આ અરજીની સુનાવણી યોજવા સુપ્રીમ કોર્ટે તૈયારી દર્શાવી છે.
સુપ્રિમ કોર્ટે સોમવારે ગર્ભપાત અંગે મહિલાઓને નિણૅય લેવા માટે સંપૂર્ણ સ્વાધિનતા આપવાની દાદ માંગતી જાહેરહિતની અરજી ગ્રાહય રાખી સુનાવરી માટે મંજૂરી આપી છે. ગર્ભવતી મહિલાને પોતાના ઉદરનો ગર્ભ રહેવા દેવા કે કેમ? તે અંગેના નિણૅય અને ગર્ભપાતની પરિસ્થિતિ અંગે થયેલી જાહેરહિતની અરજી સુપ્રીમ કોર્ટે ગ્રાહ્ય રાખી છે.
ગર્ભપાત અધિકાર અધિનિયમ ૧૯૭૧ના કાયદાની સમિક્ષા સાથે સુપ્રિમ કોર્ટે જાહેરહિતની સુનાવણી મંજુરીમાં વાદીઓ તરીકે ગૌગોરેગાંવના સ્વાતિ અગ્રવાલગરીમા સકસેરીયા નવી દિલ્હીના પ્રાંચીવત્સ ધારાશાસ્ત્રી સંસ્કૃતિ પાઠક દ્વારા કરવામાં આવેલી અરજી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાય મૂર્તિ રંજન ગોગોઈ, ન્યાયમૂર્તિ દિપક ગુપ્તાની બેંચ સમક્ષ ગર્ભપાત અંગે અન્ય દેશોની જેમ ભારતીય મહિલાના અત્રધકારો સુશ્ચિત કરવાની દાદ માંગવામાં આવી છે
૫૦ વર્ષ જૂના ગર્ભપાતના કાયદાની પૂન: સમિક્ષા કરી દરેક મહિલાઓને પોતાના ઉદરમાં વિકસી રહેલુ ગર્ભ રાખવું કે કાઢી નાકવું તેનો નિર્ણય મહિલાને આપવા અંગે દાદ માંગવામાં આવી છે. અત્યારે કાયદાની જોગવાઈઓ મુજબ બાર અઠવાડીયા કે તેથી વધુનો સમય ગાળો ધરાવતા ગર્ભને માત્ર માન્ય તબીબી પ્રમાણપત્રના આધારે જ જે તે ગર્ભ માતાના આરોગ્ય અને જીવનુજોખમ ઉભુ કરનારૂ હોય તો તેને તેના નિકાલની જોગવાઈ આપવાની મંજૂરી છે જે ગર્ભાવસ્થા માતાના શારીરીક માનસીક સંતુલન માટે જોખમી હોય તેવા ગર્ભ તબીબોના અભિપ્રાય બાદ નિકાલ કરવાની જોગવાઈ છે. બાર અઠવાડીયાથી વધુ અને વીસ અઠવાડીયાથી નીચેના સમયના ગર્ભના ગર્ભપાત માટે બે સરકાર માન્ય તબીબોના એવા અભિપ્રાયની જરૂર પડે છે કે જેમાં ઉદરનું ગર્ભ માતા માટે જીવનું જોખમ ઉભુ કરતુ હોય તોજ કાઢી શકાય છે જારે બળાત્કારથી પ્રાપ્ત થયેલા ગર્ભથી ભોગ બનનાર મહિલાનું સામાજીક જીવન દોજખમય બનવાની સ્થિતિમાં ગર્ભપાતની લાંબી કાયદાકીય મંજૂરી બાદ મંજૂરી આપવાની જોગવાઈ છે.
સુપ્રીમ કોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીમાં એડવોકેટ પાઠકે બંધારણની કલમ ૨૧ની જોગવાઈ મુજબ મહિલાને ગર્ભપાતના નિર્ણય માટે અધિકાર આપવાની માંગ કરી છે. નવ ન્યાયમૂર્તિઓની ઉચ્ચસ્તરીય ખંડપીઠે વ્યકિતગત ગુપ્તતાના અધિકારો અન્વયે આધારકાર્ડની ગુપ્તતાની જેમજ ગર્ભધારણ થયા બાદ તેને પૂણકાલીન વિકિસતા થવા દઈ બાળકને જન્મ આપવો કે તેને અધવચ્ચેથીજ નિકાલ કરવો તે વ્યકિત અધિકારોની બાબત ગણવાની હિમાયત કરવામાં આવી છે.
સરકાર દ્વારા ગર્ભધારણ અને ગર્ભપાતની બાબતોમાં મહિલાઓ પર કોઈ દબાણ લાવી ન શકાય સામાજીક અને આર્થિક પરિબળો એમની સાથે સાથે માનસીક પરિબળોને ધ્યાને લઈ મહિલાઓને પોતાના ઉદરનો ગર્ભ ભવિષ્યમાં કેવી સ્થિતિ ઉભી કરી શકે છે તેના ફાયદા ગેર ફાયદાને ધ્યાને લઈને તેના અધિકારનો ફેસલો સ્વાયત રીતે આપવો જોઈએ બંધારણીય કલમ ૩/૨નો હવાલો ટાંકીને જણાવાયું છે કે પતિ પત્નિ દ્વારા ગર્ભનિવારણ માટેની વસ્તુઓનો ઉપયોગ છતા પણ ગર્ભ રહ્યો હોય અને આવા ગર્ભ શારીરીક, માનસીક બોજનું કારણ બનતુ હોય તો તેના નિકાલની મંજૂરી છે. મહિલાને ગર્ભપાતના અધિકારો અગે એડવોકેટ પાઠકે વિશ્વના વિવિધ દેશો જેવા કે કેનેડા, ચીન, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સ્વિડનમાં ૨૨, ૨૪ અને ૧૨ અઠવાડીયાના ગર્ભપાતની જોગવાઈઓને ટાંકવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મહત્વના કેસની સુનાવણીની મંજૂરી આપી છે.