ભાજપ ફેક સેકસ સીડીના માધ્યમથી બદનામી કરશે તેવો હાર્દિકનો દાવો

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ભાજપ તેની ફેક સેકસ સીડીના માધ્યમથી બદનામી કરે તેવી દહેશત વ્યકત કરી છે. ત્યારે આ સીડીનો મુદ્દો ઉછાળી હાર્દિક પાણી પહેલાની પાળ બાંધી રહ્યો છે કે કેમ તે સવાલ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યો છે.

ગઈકાલે હાર્દિક પટેલે કહ્યું હતું કે, મને બદનામ કરવા ભાજપે એક ફેક સેકસ સીડી તૈયાર કરી છે. આ સીડી ઈલેકશન પહેલા જાહેર થાય તેવી શકયતા છે. ભાજપ પાસે બીજી શું આશા રાખી શકાય. માત્ર પરિસ્થિતિ જુઓ, જાણો અને આનંદ માણો તેવું તેમણે ઉમેર્યું હતું.

આ સીડીની માહિતી કયાંથી મળી તે પ્રશ્ર્નના જવાબમાં હાર્દિકે કહ્યું હતું કે, ભાજપની આ પધ્ધતિ રહી છે. હાર્દિકે ડિફેકટીવ વીવીપીએટ સીસ્ટમ અને ઈવીએમનો ઉપયોગ ગુજરાત ચૂંટણીમાં કરવામાં આવશે તેવો દાવો પણ કર્યો હતો. હાર્દિકે કહ્યું હતું કે, ચૂંટણીપંચના પ્રથમ ટેસ્ટીંગ દરમિયાન જ ૩૫૫૦ વીવીપીએટ સીસ્ટમ ફેઈલ થયા હતા.હાલ હાર્દિક પટેલે ફેક સીડીનો મુદ્દો ઉચ્ચારી પાણી પહેલા પાળ બાંધી હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. શું હાર્દિક પટેલની સીડી ફેક છે કે, પાણી પહેલાની પાળ છે તેવી ચર્ચા લોકો કરી રહ્યાં છે. જો વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે દર વખતની કરતા આ વખતે અનેક આશ્ર્ચર્યજનક વિગતો લોકો સમક્ષ આવે તેવી શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.