મોદી સરકાર વોટ્સએપ પર નજર રાખવા સોશિયલ મીડિયા હબ ઉભુ કરવા જઈ રહી હોવાનો આક્ષેપ: સુપ્રીમે નોટિસ ફટકારી
સોશ્યલ મીડિયાનો વ્યાપ વધવાની સાથે દુષણો પણ ભયંકર કક્ષાએ પહોંચી ગયા છે. સોશ્યલ મીડિયાના વાયરલી સમાજમાં અજાણ્યો વાયરસ ઘુસી ગયો છે જેના કારણે જાનમાલને નુકશાન ઈ રહ્યું છે. વોટ્સએપ અને ફેસબુક સહિતના સોશ્યલ મીડિયા માધ્યમો ઉપરના અવિશ્વસનીય ડેટા સમાજને નુકશાન કરી રહ્યાં છે.
અફવાઓના પગલે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે સોશ્યલ મીડિયાના વાયરલ વાયરસ ઉપર નિયંત્રણ મુકવા સફાળી જાગી ઉઠેલી કેન્દ્ર સરકારે વોટ્સએપ જેવા માધ્યમો પર અંકુશ મુકવાનો પ્રયાસ કર્યો છે. જો કે, સરકારના આ પ્રયાસ સોશ્યલ મીડિયા ઉપર કબજો જમાવવા માંગતા હોય તેવી ગંધ કેટલાક લોકોને આવે છે.
તાજેતરમાં મોદી સરકાર લોકોના વોટ્સએપ મેસેજ, ફેસબુક તેમજ અન્ય સોશ્યલ મીડિયાના ક્ધટેન્ટ પર નજર રાખવા માંગે છે તેવો આરોપ લગાવતી અરજી વડી અદાલતમાં દાખલ કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટે આરોપીની નોંધ લીધી હતી અને કહ્યું હતું કે, સોશ્યલ મીડિયા હબ ઉભુ કરવાનો મતલબ લોકોની જાસુસી કરવી તેવું થાય છે જેને સ્વીકારી ન શકાય.
મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા, ન્યાયાધીશ એ.એમ.ખાનવીલકર, ડી.વાય.ચંદ્રચુડની ખંડપીઠે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. કોર્ટમાં તૃણમુલ કોંગ્રેસના નેતા મહુવા મોઈત્રાએ અરજી કરીને દાવો કર્યો હતો કે, કેન્દ્રની મોદી સરકાર વોટ્સએપના સંદેશાઓ, તસ્વીરો અને વિડિયો સહિતના ક્ન્ટેન્ટ પર નજર રાખવા માંગે છે અને આ માટે સરકાર સોશ્યલ મીડિયા હબની સપના કરવા જઈ રહી છે.
આ સંબંધે ખંડપીઠે કહ્યું હતું કે, સરકાર નાગરિકોના વોટ્સએપ મેસેજીસ આંતરવા માંગે છે જેનો મતલબ થયો કે, સરકાર નાગરિકોની જાસૂસી કરવા માંગે છે. મોઈત્રા વતી વડી અદાલતમાં વરિષ્ઠ વકીલ કે.એમ.સંઘવીએ દલીલ કરી હતી કે, સરકારના મંત્રાલયે સોશ્યલ મીડિયા હબની કામગીરી માટે ટેન્ડર પક્ષ બહાર પાડયું છે.
આ દલીલની નોંધ ખંડપીઠે લીધી હતી અને કહ્યું હતું કે, સોશ્યલ મીડિયા હબ દ્વારા લોકો પર નજર રાખવી એ એક પ્રકારની જાસૂસી છે. આ મામલે વડી અદાલતે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે અને બે સપ્તાહની અંદર સમગ્ર મામલે જવાબ પણ માંગ્યો છે. આ મામલાની સુનાવણી ટેન્ડર બહાર પડે તે પહેલા ત્રીજી ઓગષ્ટે કરવામાં આવશે તેવી પણ સ્પષ્ટતા કરી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, સરકાર વાયરલ વાયરસના ઓઠા તળે સોશ્યલ મીડિયા ઉપર કબજો જમાવવા માંગતી હોવાનો આક્ષેપ ઘણા સમયી થઈ રહ્યો છે. જે સમયે સરકારે સોશ્યલ મીડિયા હબ ઉભુ કરવાની જાહેરાત કરી તે સમયે જ કેટલાક લોકો સરકારની નિયત ઉપર શંકા કરી રહ્યાં હતા. સરકાર ફેક ન્યૂઝ અને અફવા સહિતના દૂષણ રોકવા આ પ્રયાસ કરી રહી હોવાનો બચાવ પણ થઈ રહ્યો છે.