લાકડાનાં ધુમાડાથી સ્ત્રીઓ અને પુરુષોનાં શરીરમાં અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ ઊઠે છે. અભ્યાસર્ક્તાઓએ સ્ત્રી-પુરુષ વોલન્ટિયર્સનાં એક ગ્રૂપને પહેલાં લાકડાનો ધુમાડો ખવડાવ્યો અને બીજા ગ્રૂપને ફિલ્ટર કરેલી હવા આપી. ત્યાર બાદ બંને ગ્રૂપને ઈન્ફ્લુએન્ઝા વાઈરસની વેક્સિન આપવામાં આવી.
સ્વાભાવિકપણે બંને ગ્રૂપનાં નાકનાં પેસેજમાં હળવી હલચલ અનુભવાઈ. અભ્યાસ મુજબ જ્યારે સ્ત્રી-પુરુષોમાં લાકડાના ધુમાડાનાં કારણે ઈમ્યુન-સિસ્ટમ પર એવરેજ કેવી અસર પડી એ નોંધ્યું તો તારણ નીકળ્યું કે ધુમાડાથી ઈમ્યુનિટીમાં કોઈ ફરક નથી પડતો. જો કે જ્યારે સ્ત્રીઓ અને પુરુષોના ડેટાનો અલગ-અલગ અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે જોવા મળ્યું કે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓમાં ધુમાડાનાં કારણે ઈમ્યુનિટીમાં ઓછી અસર થાય છે.
અભ્યાસકર્તાઓનું માનવું છે કે પૃથ્વી પર લગભગ ૪૦ ટકા લોકો એટલે કે આશરે ત્રણ અબજ લોકોને વર્ષોથી લાકડાં, કચરો, પાંદડાં, છાણાં બાળવાનાં કારણે પેદા થતો ધુમાડો ખાવો પડે છે. મોટાં ભાગે સ્ત્રીઓ આ કામમાં વર્ષોથી આગળ રહી છે. સદીઓથી સ્ત્રીઓ લાકડાનો ચૂલો પેટાવીને રાંધતી આવી છે. ક્રોનિક એક્સપોઝરનાં કારણે તેમનાં શ્વસનતંત્રનો રિસ્પોન્સ નબળો પડી જતો હોવો જોઈએ.