ગાય, પાડા, વાનર જેવા અને પ્રાણીઓ છે અને તેઓ પોતાનો પડછાયો જોઇ શકતા પરંતુ મનુષ્યો પાસે પોતાનો પડછાયો જોવા માટે કાચ છે. ભારતીય સંસ્કૃતિમાં માનવામાં આવે છે કે કાંચમાં કોઇ આત્માના એક ભાગને કેદ કરવાની શક્તિ હોય છે.
જો કે રોમન માને છે કે કાંચમાં જોવામાં આવતી છબી સાચી રીતે તેની આત્મા હોય છે. માટે જ કાંચનું તૂટવું સાત વર્ષ માટે દુર્ભાગ્ય બની શકે છે. કારણ કે કાંચ તોડનાર વ્યક્તિની આત્મા તેની અંદર ફંસાઇ જાય છે. પરંતુ આ એક અંધવિશ્ર્વાસ છે કે પછી તેની પાછળ કોઇ રહસ્ય છે ?
હકીકતમાં સદીઓ પહેલ ખૂબ જ મહેનતથી વિશેષ રીતે એક અરીસો બનાવવામાં આવ્યો હતો તે એટલો કિંમતી હોત કે તેની કાળજી રાખવાની સૌ કોઇને સુચના હતી જો કે તુટેલા કાંચના ટૂકડા લાગવાથી પિડા પણ ખૂબ જ થાય છે.
માટે લોકો તેનાથી સાવધાન રહે માટે તેમને આવો અંધવિશ્ર્વાસ ભરી દેવામાં આવ્યો સૌથી પહેલાં રોમને કાંચના અરીસા બનાવ્યા હતા અને યુરોપમાં સૌથી પહેલા આ અંધવિશ્ર્વાસ સાંભળવામાં આવ્યો હતો ત્યારબાદ તો ધીરે ધીરે ભારતમાં પણ આવી પહોંચ્યો.