કોરોના વાયરસને નાથવા સરકરે રસીકરણનો વ્યાપ વધાર્યો છે. દેશના દરેક લોકોને રસી મળી રહે તે માટે વેક્સિનેશન સેન્ટરો શરૂ કર્યા છે. રસી અંગે ઘણી બધી અફવાઓ ફેલાય છે. જેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, રસી લીધા પછી અમુક લોકોના શરીરમાં ચુંબકીય શક્તિ જોવા મળે છે. જેને કારણે લોકોના શરીર સાથે લોખંડની વસ્તુઓ ચોંટી જાય છે.
ભારત દેશમાં અમુક વિસ્તારોમાં વેકિસન લીધા પછી શરીરનું ચુંબકીય બની જવું માત્ર અંધશ્રદ્ધા, અફવા, હંબક સિવાય કશું જ નથી. તેવું ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી વિજ્ઞાન તથ્યો આધારિત જાહેર કરે છે. કોરોના રસીથી ડરશો નહિ માત્ર અંધશ્રદ્ધા છે. પૃષ્ઠતાણ, ભેજ, પરસેવો, શરીરમાં ચિક્કાસ લીસી ચામડીમાં રસી લીધા વિના પણ ચોંટી જાય છે. પોતાના ઘરે આસાનીથી પ્રયોગ કરી શકાય છે.
જાથાના રાજય ચેરમેન, એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે, ‘કોરોના રસી લીધા પછી શરીર ચુંબકીય ક્ષેત્ર બની જાય છે. તે માત્ર અફવા, ગેરમાર્ગે દોરવાનો નિમ્ન પ્રયાસ છે, તેને જાથા વખોડે છે. કોરોના સામે વેકિસીન લેવી શરીર માટે ઉપકારક સાથે જીંદગી સલામત બની જાય છે. રોગ સામે રસી અસરકારક સાબિત થઈ છે. ભારતમાં શંકા ઉપજાવે તેવી ઘટના વિશ્વના કોઈપણ દેશમાં જોવા મળી નથી. માત્ર કૌતુક ઉભું કરી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે.
અત્યારે વરસાદનું આગમન, ભેજ, શરીરમાં પરસેવો, શરીર ચિકાસવાળું થઈ જવાના કારણે સરફેસ ટેન્શન ખુબ જ વધી જાય છે, તેને પૃષ્ઠતાણ કહેવામાં આવે છે. ભૌતિકશાસ્ત્રના પૃષ્ઠતાણના નિયમને કારણે શરીરની ચામડી પર આવી વસ્તુ ચીપકી જાય એમાં કોઈ ચમત્કાર નથી કે આડઅસર નથી. માત્ર અંધશ્રદ્ધા છે. વસ્તુ ચોંટી જતી નથી પણ પૃષ્ઠતાણને કારણે થોડોક સમય ચામડી પર ટકી જાય છે. તેમાં પણ રૂંવાટી વગરના શરીરના ભાગમાં આસાનીથી ચોંટી જાય છે. રૂંવાટી વાળા શરીર ઉપર પૃષ્ઠતાણ નહીંવત હોવાથી વસ્તુ ચોંટતી નથી. તે ઘરે પ્રયોગ કરી શકાય. કોરોના રસી લીધા પછી આવું બને છે, તે વાતમાં કોઈ તથ્ય નથી. ખોટા સમાચારોથી ગેરમાર્ગે દોરવાવું નહિ તેવી જાથા અપીલ કરે છે.’
વધુમાં જયંત પંડયા જણાવે છે કે, ‘વિજ્ઞાનના નિયમ પ્રમાણે આ સામાન્ય ઘટના છે. મારા શરીર ઉપર ચોંટેલી વસ્તુ ઉપરથી સાચો ખ્યાલ આવશે. મેં રસીના બે ડોઝ લઈ લીધા છે, ઘણા દિવસો પસાર થઈ ગયા છે. રસી લીધા પછી સામાન્ય તાવ, સામાન્ય દુઃખાવો પણ થયો નથી. શરીર સુરક્ષિત બની ગયું છે. રસીથી કોરોના ભાગે છે. તેમાં કોઈ શંકા નથી. રસી પછી ચુંબકત્વ પેદા થતું હોય તો માત્ર લોખંડની વસ્તુ જ ચોંટવી જોઈએ પરંતુ ટીવીનું રીમોટ, મોબાઈલ, પ્લાસ્ટીક પણ ચોંટી જાય છે.
ચુંબકત્વને શરીર સાથે કોઈ લેવા દેવા નથી. ચમચી, કાતર, ચણ્યું, તાવિથો કે અન્ય વસ્તુ ચોંટી જાય છે. તે માત્ર અજ્ઞાનતાના કારણે આશ્ચર્યમાં મુકે છે, હકિકત જુદી છે. રસી અને શરીરના ચુંબકત્વને કશી જ લેવા દેવા નથી, જે સમાચારો પ્રગટ થયા છે તે માત્ર ગેરમાર્ગે, અંધશ્રદ્ધાયુકત છે. પ્રત્યેક માનવે વેકિસન લઈ તંદુરસ્તીનો આનંદ લેવો જોઈએ. આપણા લોહીમાં અમુક ટકા આર્યન (IRON) પણ હોય છે. તેથી જો શરીરમાં ચુંબકત્વ પેદા થાય તો લોહીના રૂધિરાભિષણ તંત્રમાં પડી જાય તેવું થતું જ નથી. શરીરમાં ચુંબકત્વની વાત બેબુનિયાદ, અવાસ્તવિક, કપોળકલ્પિત, બકવાસ છે.
વિશેષમાં જાથાના પંડયા જણાવે છે કે, ‘વેકિસન લેવાથી મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે. તે વાત વિજ્ઞાન વિરૂદ્ધની છે, વ્યકિતની માનસિકતા જવાબદાર છે. વેકિસન લીધા પછી શરીર ચુંબકીય બની જવું વિશ્વમાં કયાંય પણ ઘટના જોવા મળી નથી. વૈજ્ઞાનિક રીતે શકય પણ નથી. અમુક વ્યકિતની અજ્ઞાનતા, માનસિક પછાતતા જવાબદાર છે. વેકિસનનો ભય દૂર કરવો જોઈએ. પોતાની જાતને સલામત બનાવવી જોઈએ. ભારતમાં મનની અગાધ શકિતના નામે અનેક પ્રકારે તૂત જોવા મળે છે, તેને આ ઘટના સાથે સ્નાનસૂતક સંબંધ નથી.
અગાઉના સમયમાં ફાંસીની સજાના કેદીના ભોજનમાં ઝેર આપવાનો કરેલો પ્રયોગ સાર્વત્રિક બની જતો નથી. વ્યકિત આધારિત બને છે. સર્વસામાન્ય નિયમ બનતો નથી. આ ઘટનાને મનની અગાધ શકિત વર્ણવી હાસ્યાસ્પદ છે. વિજ્ઞાનની વિચારધારા સ્પષ્ટ જ હોય છે. ભારતમાં અમુક શિક્ષિત લોકો તર્કને આગળ કરી વિરોધ-સમર્થનની વાત કરી પોતાની જાતને બેલેન્સ રાખે છે તે દુઃખદ છે. કોરોના રસી પછી ચુંબકીય શરીર બને છે તે વાત સદંતર ખોટી વાહિયાત છે.
ભલે વરસાદ થયો પણ સોરઠની કેરીની આવક હજુ પણ ચાલુ રહેશે, એક બોક્સનો ભાવ આટલો..!!
અંતમાં કોરોના રસી જેમ બને તેમ જલદી લઈ લેવી જોઈએ. કેન્દ્ર-રાજય સરકાર અથાગ પ્રયત્નો કરે છે તેને ટેકો આપી નાગરિક ધર્મ બજાવવાનો અવસર છે. નાગરિકોના લાભ માટેની રસી લઈ, આસપાસના લોકોને સમજાવી આરોગ્ય કેન્દ્રો ઉપર લઈ જઈ માનવ ધર્મ માટે જાથા અપીલ કરે છે. રસી લેવા માટે ઘરે-ઘરે સમજાવવા પડે આવી ઘટના તો ભારતમાં જ જોવા મળે છે તે દુ:ખદ છે.
વેકિસનની કોઈપણ પ્રકારની આડઅસર નથી તેવું જાથા જાહેર કરે છે. શરીરમાં વસ્તુ ચોંટી જવી તે સામાન્ય ઘટના છે. રસી લીધા વિના પણ ચમચી, તાવિથો, કાતર, ચપ્પ ચોંટી જાય છે તેમાં વિજ્ઞાનનો ક્રિયા-કારણનો સંબંધ છે. પૃષ્ઠતાણ, વરસાદી ભેજ, ગરમી, લીસી ચીકાસ વાળું શરીરમાં આવી સામાન્ય ઘટના બને છે. રસીને કશી જ લેવા દેવા નથી, અફવા ફેલાવશો નહિ તેવી અપીલ છે. જાથાની વિચારધારા સાથે સંમત લોકોએ મો. ૯૮૨૫૨ ૧૬ ૬૮૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.