સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી અને ધ્રાંગધ્રામાં કોરોના વેક્સિન લીધા બાદ શરીરમાં ચુંબકીય બનાવ બન્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મૂળીના બે વ્યક્તિના અને ધ્રાંગધ્રાના બે વ્યકિતના શરીરમાં વેક્સિન લીધા બાદ ચાવી, મોબાઇલ અને ચમચી સહિતની ચીજવસ્તુઓ ચોંટતી હોવાનો બનાવથી લોકોમાં અચરજ ફેલાવા પામ્યું છે.
મૂળીના બે તથા ધ્રાંગધ્રાના બે વ્યકિતના શરીર પર વેકસીન લીધા બાદ ચાવી, મોબાઈલ, ચમચી જેવી વસ્તુઓ ચોટી જતા અચરજ
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામે ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાના પરિવારમાં વેક્સિન લીધેલા 2 વ્યક્તિઓને વેક્સિન લીધા બાદ તેમનું બોડી જાણે ચુંબકિય થઈ ગયું હોય એવું વીડિઓમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. વેક્સિન લીધેલી વ્યક્તિઓની બોડી સાથે ખરેખર રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો પ્લાસ્ટિકની વસ્તુ, ચાવી, કિચન મોબાઈલ સહિતની અનેક ચીજવસ્તુઓ એમના બોડી સાથે ચોંટી જાય છે. જ્યારે ઘસીને બોડી સાફ કર્યા પછી પણ આ બધી જ વસ્તુઓ એમના બોડી સાથે ચોંટી જતુ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
હાલમાં તો આ ઘટનાઓથી વિસ્તારની અંદર ડરનો માહોલ ઉભો થયો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના એક વ્યક્તિના શરીરમાં પણ કોરોના વેક્સિન બાદ ચીજવસ્તુઓ ચોંટતી હોવાની વિગતો સામે આવી છે. તો આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિનથી આવુ થવુ સંભવ ન હોવાની જાણકારી આપવામાં આવી હતી.
સુરેન્દ્રનગરના મૂળી અને ધ્રાંગધ્રામાં ચાર લોકોને શરીર પર ચાવી અને કિચન ચોંટવા લાગ્યાં
સુરેન્દ્રનગરના મૂળી અને ધ્રાંગધ્રામાં ચાર લોકોને શરીર પર ચાવી અને કિચન ચોંટવા લાગ્યાં
ત્રણેના શરીર પર ચાવી, મોબાઇલ અને ચમચી સહિતની ચીજવસ્તુઓ ચોંટતી હોવાનો બનાવ
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી અને ધ્રાંગધ્રામાં કોરોના વેક્સિન લીધા બાદ શરીરમાં ચુંબકીય બનાવ બન્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મૂળીના બે વ્યક્તિના અને ધ્રાંગધ્રાના બે વ્યકિતના શરીરમાં વેક્સિન લીધા બાદ ચાવી, મોબાઇલ અને ચમચી સહિતની ચીજવસ્તુઓ ચોંટતી હોવાનો બનાવથી લોકોમાં અચરજ ફેલાવા પામ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામે ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાના પરિવારમાં વેક્સિન લીધેલા 2 વ્યક્તિઓને વેક્સિન લીધા બાદ તેમનું બોડી જાણે ચુંબકિય થઈ ગયું હોય એવું વીડિઓમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.
વેક્સિન લીધેલી વ્યક્તિઓની બોડી સાથે ખરેખર રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો પ્લાસ્ટિકની વસ્તુ, ચાવી, કિચન મોબાઈલ સહિતની અનેક ચીજવસ્તુઓ એમના બોડી સાથે ચોંટી જાય છે. જ્યારે ઘસીને બોડી સાફ કર્યા પછી પણ આ બધી જ વસ્તુઓ એમના બોડી સાથે ચોંટી જતુ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.