વર્તમાન સમયમાં ફ્રૂટની દુકાનો અને માર્કેટમાં મળતા ફળ પર સ્ટીકર લગાડેલા જોવા મળે છે. આ સ્ટીકર તેની ગુણવત્તા દર્શાવવા માટે લગાડવામાં આવ્યા હોય છે તેવી લોકોમાં માન્યતા હોય છે. પરંતુ હવે સરકાર સ્ટીકરને ફળ પર ચોંટાડવામાં ઉપયોગી એવા ગુંદને હાનિકારક માને છે.
એટલા માટે જ ખાસ પરીપત્ર ફળના વેપારીઓને આપવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સ્ટીકર લગાવેલા ફળ લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી છે. આ અંગે અધિકારીઓને સુચના પણ આપવામાં આવી છે કે તેઓ બજારમાં જઈ નિરીક્ષણ કરે અને વેપારીઓને સ્ટીકર લગાવેલા ફળથી થતા નુકસાન વિશે જાગૃત કરે.
સ્ટીકરને ફળ પર ચોંટાડી રાખવા માટે જે કેમિકલનો ઉપયોગ થાય છે તેમાં હાનિકારક રસાયણ હોય છે. આ રસાયણ તડકાના કારણે ફળની અંદર સુધી ઉતરી જાય છે. આ વાત જાણ્યા પછી પણ જે વેપારી આ પ્રકારના ફળનું વેચાણ કરે તેને 2 લાખ સુધીનો દંડ ફટકારી શકાય છે. સ્ટીકરના ગુંદથી કેન્સર, પેટમાં ઈન્ફેકશન અને અન્ય બીમારી થઈ શકે છે.