સાવજોને પૂરતું રક્ષણ મળી રહે તે માટે પાર્લામેન્ટરી સમિતિએ ગીર નેશનલ પાર્ક અને વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી ની મુલાકાત લીધી

અન્ય પ્રાણીઓની સરખામણીમાં સાવજ સાથે કરવામાં આવે તો તેની તુલના થયા જ ન શકે કારણ કે સાવ જ એકમાત્ર એવું વન્ય પ્રાણી છે કે જે લોકો સાથે રહેવા ટેવાયેલો છે અને કેનેડામાં વસતા લોકો પણ સાવજને પોતાનો માલિક અને પોતાનું રાજા માને છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સાવજો પોતાનો વિસ્તાર છોડીને અન્ય વસવાટ કરવા જઈ રહ્યા છે.
વચમા સાવજોની જે સ્થિતિ જોવા મળતી હતી અને જે રીતે સાવજો ના મૃત્યુ નિપજતા હતા તેને જોતા સરકારે એશિયાટીક સાવજોને અન્ય રાજ્યોમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તે નિર્ણય અમલવારી થઇ શકી નથી અને સાવજ ની સાથે રહેતા લોકોએ પણ તે અંગે વિરોધ દર્શાવ્યો હતો.
હવે જરૂરી એ છે કે સાવજો હાલ જે વિસ્તારમાં રહે છે તે ઘર તેમને નાનું પડે છે ત્યારે સરકાર અને સંસદીય સમિતિ કે જેઓ ચાર દિવસની મુલાકાતે આવ્યા છે તેઓએ અન્ય વિસ્તારોને વિકસિત કરવા માટે પણ જણાવ્યું છે જેથી સાવજો ની યોગ્ય સારસંભાળ લઈ શકાય અને તેઓ પોતાના વિસ્તારમાં ખૂબ સરળતાથી હરી ફરી શકે. ગીરના નેસડા ઓ માં વસવાટ કરતા લોકોનું માનવું છે કે સાવજો તેમની સાથે રહેવા ટેવાયેલા છે અને તેઓ પણ સાવજોની સાથે રહેવા ટેવાયેલા છે ભલે તેમના માલ ઢોરનું મારણ સાવજો દ્વારા કરવામાં આવતું હોય.
પાર્લામેન્ટરી સમિતિ દ્વારા જે આંકડો બહાર પાડવામાં આવ્યો છે તેમાં એ વાત સ્પષ્ટ થાય છે કે અત્યારના ૫૦ ટકા જેટલા સાવજો ગીર નેશનલ પાર્ક અને વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી ની બહાર વસવાટ કરે છે. સાવજોની યોગ્ય રીતે સારસંભાળ લેવામાં આવે તે માટે સુરક્ષિત વિસ્તારો અને હાલ ઓળખવામાં આવશે જેમાં અત્યારે બરડા ડુંગર નું નામ મોખરે છે અને સરકાર પણ અને વનવિભાગ પણ તે જ દિશામાં આગળ કાર્ય હાથ ધરી રહ્યું છે.
સંસદીય સમિતિનું માનવું છે કે હાલ સૌથી જરૂરી એ છે કે વન્ય પ્રાણીઓ માટે તેમનો યોગ્ય વિસ્તાર ઊભો કરવામાં આવે અને સાવજો માટે તો ખાસ કારણ કે આ એક માત્ર એવું વન્ય પ્રાણી છે કે જે માનવ સાથે રહેવા ટેવાયેલો છે.
સંસદીય સમિતિ કે જે ચાર દિવસના પ્રવાસ પર આવી છે તેઓએ માલધારી કુટુંબો સાથે પણ વાતચીત કરી હતી અને તેમનું મંતવ્ય જાણ્યું હતું. ગીર સેન્ચ્યુરી પર્યટકો માટે ફરવા માટેનું એક ઉત્તમ સ્થાન બન્યું છે અને તેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પણ ખુબ મોટી માત્રામાં જોવા મળી રહ્યું છે.
પરંતુ વાસ્તવિકતા એ છે કે જો સરકાર દ્વારા વધુને વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે અને લોકોનું પવન વચ્ચે તો તે સાવજો માટે અત્યંત સુંદર રૂપ સાબિત થશે જેથી વન્ય વિભાગે આ તમામ મુદ્દાઓને ધ્યાને લઇ સર્વપ્રથમ સાવજોની સુરક્ષા અને પ્રાધાન્ય આપી અન્ય વિકાસ કામોને  સમજદારીપૂર્વક આગળ વધારવા જોઈએ. એટલું જ નહીં આ સમિતિએ એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું કે એશિયાટિક સાવજો નું સંવર્ધન સારી રીતે થઈ શકે તે દિશામાં પણ વન્ય વિભાગે સતત કાર્યશીલ રહેવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.