હાલ ભારતમાં રંગને લઈને વિવાદ ઉભો થઈ રહ્યો છે. આ વિવાદ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મના એક ગીત બેશરમ રંગ પર થઈ રહ્યો છે. આ ગીતમાં દીપિકાએ પહેરેલી બીકીની મુદ્દે વિવાદ ફાટી નીકળ્યો છે. લોકો કહી રહ્યા છે કે દીપિકાએ ભગવા કપડા પહેરીને અશ્લીલ હરકતો કરી છે. લોકો રંગને લઈને પોતાના રંગ બતાવી રહ્યા છે. દરેક ધર્મે પોતાનો રંગ પસંદ કરી લીધો છે પરંતુ રંગનો તો કોઈ ધર્મ નથી. પરંતુ લોકો એ રીતે વર્તે છે જાણે તેમણે રંગોના કોપીરાઈટ ખરીદ્યા હોય.
આજે જે દીપિકાના કપડા પર વિવાદ ફાટી નીકળ્યો છે તે જ દીપિકાએ બાજીરાવ મસ્તાની ફિલ્મમાં જણાવ્યું રંગો વિશે લોકોને સભાન કરાવ્યા હતા. તેમાં તેણીએ એક મેણું મારવામાં આવ્યું હતું કે તેણી દરગાહ અને દુર્ગાનો ફર્ક જ ભૂલી ગઈ છે ત્યારે તે જવાબ આપતા જણાવે છે કે તમે કદાચ એ ભૂલી ગયા છો કે એ જ દુર્ગા માતાને લીલા રંગનો શણગાર કરવામાં આવે છે દરગાહમાં પીર ફકીરોની મઝાર પર કેસરી રંગની ચાદર ચડાવવામાં આવે છે ત્યારે રંગનો ખ્યાલ આવતો નથી !!!
કેમ ધર્મના નામ પર રંગોની વહેંચણી ?? શા માટે હિંદુ ધર્મ માટે ભગવો રંગ તો મુસ્લિમ ધર્મ માટે લીલો રંગ ?? શા માટે ખ્રિસ્તીઓ સફેદ રંગને શુભ માને છે ?? ચાલો જાણીએ વિગતવાર
શા માટે ઈસ્લામધર્મમાં લીલા રંગનું મહત્વ ??
ઈસ્લામમાં લીલા રંગને કેમ શુભ માનવામાં આવે છે તેનો ઉલ્લેખ કુરાનમાં કરવામાં આવ્યો છે. કુરાનના અધ્યાય 18, સુરા 31 માં બાગ એટલે કે જન્નતનો ઉલ્લેખ છે. આ બગીચામાં નદીઓ છે જ્યાં લોકો સોનાના બંગડી પહેરે છે, તેમના શરીરને સુંદર રેશમ અને બરછટ રેશમથી બનેલા લીલા વસ્ત્રોથી ઢાંકવામાં આવે છે.
ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે પયગંબર મોહમ્મદનો પ્રિય રંગ લીલો હતો, તેઓ લીલા રંગની પાઘડી પહેરતા હતા. હદીસમાં લખ્યું છે કે જ્યારે પયગંબર મોહમ્મદનું અવસાન થયું ત્યારે તેને હિબ્રા બર્દ એટલે કે એક લીલા ચોરસ કપડાથી તેમના શરીરને ઢાંકવામાં આવ્યું હતું.
શા માટે હિંદુ ધર્મમાં ભગવા રંગનું મહત્વ વધુ ??
હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે કેસરી અગ્નિનો રંગ છે. જે જીવનમાં સકારાત્મક વિચારોનો સંચાર કરે છે અને નકારાત્મક વિચારને દૂર કરે છે. આ અગ્નિ દરેક પૂજનીય કાર્ય અથવા શુભ કાર્ય પહેલા સાક્ષી માનવામાં આવે છે. કેસરી રંગ આ અગ્નિનું જ પ્રતીક છે. જેને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. આ જ કારણ છે કે ઋષિ-મુનિઓ માત્ર કેસર પહેરે છે, જેથી તેઓ પોતાની જાતને શુદ્ધ રાખી શકે અને તપસ્યા કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકે. સનાતન ધર્મની પુનઃસ્થાપના કરનાર આદિ શંકરાચાર્ય પણ ભગવા વસ્ત્રો પહેરતા હતા, છત્રપતિ શિવાજીની સેનાનો ધ્વજ ભગવા રંગનો હતો. સ્વામી વિવેકાનંદ પણ ભગવો પહેરતા હતા, RSSનો રંગ પણ ભગવો છે.
ઈસાઈ (ખ્રિસ્તી) ધર્મમાં શા માટે સફેદ રંગને માનવામાં આવે છે શુભ ??
ઇશાઈ ધર્મમાં સફેદ રંગને શુભ માનવામાં આવે છે. વિષય ધર્મના દેવતાઓના કપડા નો રંગ પણ સફેદ છે. સફેદ રંગને પવિત્રતા ઈમાનદારી અને બે ગુનેગારીનો પ્રતિક બાઇબલમાં માનવામાં આવ્યું છે.
ઈસુના પહેલા શિષ્ય જેનું નામ જૂન બાયબલ હતું તેણે સ્વર્ગ વિશે વર્ણન કરતા જણાવ્યું હતું કે ત્યાં 24 સિંહાસન છે દરેક સિંહાસન પર સફેદ વસ્ત્ર પહેરીને દેવ બેઠા છે અને દરેકના માથા પર સોનાનો મુગટ છે.
આંબેડકરવાદીઓએ કેમ પસંદ કર્યો વાદળી રંગ ??
કહેવાય છે કે ભીમરાવ આંબેડકર હંમેશા વાદળી કોટ પહેરતા હતા. તેમની રિપબ્લિકન પાર્ટીના ધ્વજનો રંગ પણ વાદળી હતો. ત્યારથી દલિતોએ વાદળી રંગને પોતાના રંગ તરીકે અપનાવ્યો.
વામપંથીઓએ લાલ રંગ કેમ કર્યો પસંદ ??
લાલને હંમેશા શોર્યનું પ્રતિક માનવામાં આવે છે. લાલ રંગનો અર્થ થાય છે બદલો લેવાનો રંગ. કોઈના વિરોધમાં લાલ રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્વતંત્રતા સંગ્રામમાં ડાબેરીઓએ લાલ રંગથી પોતાની હાજરી નોંધાવી હતી.
ભીલાઇમાં આયોજિત બાબા ગુરુ ઘાસીદાસ જયંતી સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ‘પઠાણ’ ફિલ્મના ગીત બેશરમ રંગને ભગવા રંગ સાથે જોડાવા પર આપત્તિ દર્શાવી છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે, આ જયંતી કાર્યક્રમમાં કેટલાક લોકો કળા કપડાં પહેરીને આવ્યા છે શું તેઓ આપણ તેનો વિરોધ કરી રહ્યા છે? તેમણે પૂછ્યું કે, શું કોઇ બ્લૂ કપડા પહેરવા લાગે તો તે આંબેડકરવાદી થઇ જશે. ભૂપેશ બઘેલે લોકોને કહ્યું કે, ગુરુ ઘાસીદાસના આદર્શો અને વિચારોનું પોતાના જીવનમાં પાલન કરો. કોઈની જાતિ અથવા ધર્મને ઓળખવાનો આધાર (પહેરવેશનો) ન હોવો જોઈએ.