બે વિજાતિય વ્યક્તિનો એકબીજા પ્રત્યેનો વિશ્ર્વાસ, લાગણી, ભાવનાને વ્યક્તિ કરવાનો સમય એટલે એકબીજામાં ઓતપ્રોત થઇ એકબીજામાં સમાઇ જવું એ સમય એટલે કામક્રિડા….! પરંતુ એ સમયે બે માંથી એક સાથીને એકની એલર્જી હોય તો એ સમાગમની પરાકાષ્ઠા સુધી પહોંચવું કઠીન થઇ પડે છે તો આવો જાણીએ એવી જ કેટલીક એલર્જી વિશે. અનેકવાર એવું બને કે જ્યારે સેક્સની પહેલ કરવા જઇ રહ્યા હોય ત્યારે ગભરાહટ થાય, ખંજવાળ આવવા લાગે, ગુપ્તાંગમાં બળતરા મહેસૂસ થાય, ઉલ્ટી થવા લાગે સોજો આવવો તેમજ સંભોગ માટે વધુ જાગૃત બની જવું તેવી પરિસ્થિતિ સર્જાય છે. જેને સેક્સ માટેની એલર્જી પણ કહી શકાય.
એ જ સમયે જો સેક્સ બાબતેની વધુ પડતી જાગૃતતા, સારી વાતચીત યુવાનોનું સહવાસનું સપનું, પણ વધુ પડતું જોવા મળે છે. જેના કારણે તેઓ તેની સેક્સ લાઇફને વધુ સારી બનાવવા ઇચ્છે છે પરંતુ શું ખરા સમયે એ તમામ બાબતો રંગ લાવે છે કે પછી તેની નકારાત્મક અસરો સામે આવે છે.
સેક્સ સમયે આવતા એલર્જીક રીએક્શનને ઓળખવા મુશ્કેલ બને છે. જેમાં શ્ર્વાચ્છોશ્ર્વાસની પ્રક્રિયા ઝડપી બનવી હદ્યનાં ધબકારા વધી જવા અને પરસેવો વળવો એ સામાન્ય સંકેતો છે.
– અનેક વાર વાતાવરણને સંબંધી રોગપ્રતિકારક શક્તિની પ્રક્રિયા પણ અયોગ્ય બને છે જે સેક્સ સંબંધી એલર્જીનું એક કારણ હોઇ શકે છે.
– જો આ એલર્જી પ્રત્યે ધ્યાન નથી દોરાતું તો તે સમયની સાથે વધુ વિકટ બનતી જોવા મળે છે. જેની એ વ્યક્તિ પર ખૂબ જ ખરાબ અસર પણ પડે છે. અને સેક્સ લાઇફ એન્જોય પણ નથી કરી શકતાં.
– કેટલાંકને તો આ પ્રકારની એલર્જીનાં સંકેતોનો અહેસાસ સંભોગની પરાકાષ્ઠા બાદ તુરંત જ થઇ આવે છે. જ્યારે તે નવા સાથી સાથે સેક્સ કરે છે ત્યારે ખાસ એ બાબતે ધ્યાન દોરાય છે. ઓર્ગેઝમ બાદ માંદગીનો અહેસાસ થયો એ પણ એક પ્રકારની સેક્સ પ્રત્યેની એલર્જી જ છે.
– કોન્ડોમના ઉપયોગ બાદ બળતરા કે ખંજવાળ આવવી અને નવી લ્યુબને ઉ૫યોગ કરવા સમયે અનુકૂળતા નથી થતી એ સીધી વાત દર્શાવે છે કે તમે સેક્સ પ્રત્યેની એલર્જીનો શિકાર છો…અને એ બાબતે તરત જ ધ્યાન દોરી તેનો ઇલાજ શોધવો જરુરી બને છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com