‘ઘરેલુ હિંસા’ની જેમ આ કાયદાનો સ્ત્રીઓ દ્વારા દુરુપયોગ ન થાય તે માટે કેન્દ્ર પુરુષોની વ્હારે…!
મેરીટલ રેપને બળાત્કાર ન ગણવા કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં ભલામણ કરવામાં આવી છે. કોર્ટની આ મામલે સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ થઈ છે. કારણકે સ્ત્રીઓ માટે કાર્યરત સંસ્થાઓ દ્વારા મેરીટલ રેપને કાયદામાં સમાવી અને અમલી બનાવવા માટે પીટીશન ફાઈલ કરવામાં આવી હતી. પરંતુ આખરે હાઈકોર્ટે પણ કેન્દ્ર સરકાર સાથે સહમતી દર્શાવી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે કેન્દ્રએ જણાવ્યું છેકે પતિઓને દબાણમાં લાવવા માટે ‘મેરીટલ રેપ’ સ્ત્રીઓને હાથવગુ હથિયાર બની જાય છે. જેના કારણે તેનો ખોટી રીતે ઉપયોગ થઈ શકે છે. પુરુષ અને સ્ત્રી વચ્ચે રેપના કિસ્સા માટે આધારભૂત પુરાવા મળતા નથી. તેમજ મેરીટલ રેપને બળાત્કાર માનવાથી ‘લગ્ન સંસ્થા’ પડી ભાંગશે.
સ્ત્રીઓ માટે કાર્યરત સંસ્થાઓ દ્વારા ભારતીય આચાર સંહિતાની કલમ ૩૭૫ હેઠળ ‘મેરીટલ રેપ’ને બળાત્કાર ગણવા બંધારણ વિરુઘ્ધ માનવામાં આવે છે તેની સામે દલીલો રજુ કરવામાં આવી રહી છે. પરણિત સ્ત્રીઓની તેમના પતિ દ્વારા બળજબરી કરવામાં આવે છે. ત્યારે તેને બળાત્કારમાં સમાવી લેવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી છે અને આ કિસ્સામાં બળાત્કારનો સમાવેશ કાયદાની કલમમાં ‘અપવાદ’ હેઠળ કરવામાં આવે. જયારે બળાત્કારના આ કાયદામાં ૧૫ વર્ષથી વધારે ઉંમર ધરાવતી સ્ત્રીઓ સાથે પતિ દ્વારા શારીરિક સંબંધો બાંધે તેને ગુનો માનવામાં આવતો નથી.
બળાત્કાર માટેનો કાયદામાં ફેરફાર કરવાની ૨૦૧૩માં ફરજ પડી હતી. જયારે તબીબી શાખાની બુટલની વિદ્યાર્થીની સાથે ૧૬ ડિસેમ્બર ૨૦૧૨માં ગેંગરેપની ઘટના ઘટી હતી. વર્ષોથી સ્ત્રીઓની સંસ્થાઓ દ્વારા પરણિત સ્ત્રીઓની તેના પતિ દ્વારા કરવામાં આવતી બળજબરીને પણ ગુના હેઠળ સમાવેશ કરી પેનલ્ટી માટે ભલામણ કરવામાં આવી રહી છે. હાઈકોર્ટ દ્વારા તેની પીટીશન માટે સુનાવણી કરતા પહેલા જયારે કેન્દ્રનો અભિપ્રાય માંગવામાં આવ્યો ત્યારે ભારતમાં તેને ગુના હેઠળ સમાવેશ ન કરવો જોઈએ. કારણકે ભારતીય જીવનશૈલી મુજબ તેમાં કેટલીક આર્થિક અને સામાજિક વિવિધતાઓ જોવા મળે છે. સરકારનો અભિપ્રાય પાર્લામેન્ટની પેનલ દ્વારા આપવામાં આવેલ રીપોર્ટના આધારે આપવામાં આવ્યો છે. જેમાં મેરીટલ રેપને કાયદેસર ગણવાથી કુટુંબ વ્યવસ્થા તણાવ હેઠળ આવી જશે.
આ અંગે મિઝોરમના પૂર્વ ગર્વનર સ્વરાજ કૌશલ કે જેઓ સિનિયર એડવોકેટ અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના પતિ છે. તેમણે ટવીટ કર્યું હતું કે, મેરીટલ રેપ જેવું કશું છે જ નહીં. આપણા ઘરો પોલીસ ચોકીની જેમ ન બની શકે. આ રીતે થશે તો ઘર કરતા જેલમાં પતિઓ વધારે જોવા મળશે.
હાઈકોર્ટ પણ સંસ્થાઓ દ્વારા આ અંગેની દલીલ માટેની પીટીશન કરી હતી તેની સુનાવણી વખતે સહમત થઈ હતી કે મેરીટલ રેપને ગુનો ગણવો ન જોઈએ તેની સામે સંસ્થાઓએ થયેલી દલીલ સામે સ્ત્રીઓ તેની સાથે થયેલ આગ બનાવનો ગેરઉપયોગ કરી પતિઓને ખોટી રીતે ભીંસમાં લેવાની કોશીશ થઈ શકે છે. તેમજ ઘરેલું હિંસામાં પણ આમ બની રહ્યું છે.
કોર્ટના જણાવ્યા પ્રમાણે નવી પીટીશન ત્યારે જ ફાઈલ થાય છે જયારે પુરુષ પરણિત હોય. ત્યારે સેકસ અને તેને લગતા કાયદામાં તેને બળાત્કાર ગણી શકાય નહીં.