ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનનું બે કરોડનું બીલ બાકી
મોરબી પાલિકાને સરકાર તરફથી કચરાનું કલેક્શન કરવા માટે ફાળવવામાં આવેલા વાહનોનો ઉપયોગ કરીને પહેલા પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેકશનની કામગીરી કરવામાં આવતી હતી જો કે, ત્યાર બાદ શાંતિ કોર્પોરેશનને કોન્ટ્રકટર આપ્યો હતો જેમાં કોન્ટ્રકટર તેનું વાહન ડોર ટુ ડોર કચરા કલેકશનની કામગીરી કરવા માટે વાપરે તો પ્રતિ ટન દીઠ ૧૧૫૦ અને જો પાલિકાના વાહન કચરાના નિકાલ માટે તેને આપવામાં આવે તો પ્રતિ ટનના ૯૫૦ રૂપિયા બીલ ચુકવવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું
પાલિકા દ્વારા કોન્ટ્રકટર આપવામાં આવ્યો તે પહેલા પાલિકા જ કચરાનો નિકાલ કરતી હતી અને તે સમયે મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી દૈનિક માત્ર ૪૦ ટન જેટલો જ કચરો શહેરમાંથી નીકળતો હતો જો કે, કોન્ટ્રકટ આપવામાં આવ્યા પછી તે બમણો એટલે કે ૮૫ થી ૯૦ ટન થઇ ગયો હતો જો કોન્ટ્રકટરે ખરેખર શહેરમાંથી આટલો કચરો કાઢ્યો હોય તો ત્યારે શહેરની કાયાપલટ થઇ ન હતી તે હક્કિત છે