જયારે કોઇપણ પ્રેમસંબંધોમાં રિકવેસ્ટ ઓર્ડરમાં બદલે અને અપેક્ષાઓ વધે ત્યારે સંબધો ખાટા પડી શકે છે
હક જતાવવાન વચ્ચે રક્ષણ કરવું અને ખુબ જ પાતળી ભેદરેખા છે. ઘણાં લોકો રિલેશનશીપમાં અથવા લગ્નજીવનમાં એક બીજાની ઉપર અધિકાર જતાવતા હોય છે. પ્રેમ એનેજ કહેવાય તેવું તમારા મનમાં ચાલી રહ્યું હશે. પણ અમુક વખત લોકો તેના પાર્ટનર માટે ખુબ જ લાગણીશીલ બની જતા હોય છે. તેઓ સામેવાળી વ્યકિતમાં પોતાની માલીકીપણાનો ભાવ લઇને ફરતા હોય છે. પણા આ લાગણી સામાન્ય નથી પણ માનસીક બીમારીઓને નોતરે છે.
પહેલા તો બધું જ સિરવેસ્ટથી શરુ થાય છે. જેમ કે, આપણે વધુ સમય સાથે વિતાવવો જોઇએ. પણ ત્યારબાદ તે ફરીયાદમાં પરિવર્તીત થઇ જાય છે. અને ટોન્ટના રુપમાં કહેવાય છે કે હમણાં તું પરિવાર સાથે વધુ સમય પસાર કરે છે મારી સાથે નહીં તારે કામ માટે આટલું બધું શું બહાર જવુ પડે ? આપણે સાથે રહેવાનો મતલબ શું છે? આ પ્રકારના સંવાદો બાદ કપલમાં એકબીજા પ્રત્યે શંકા, જેલેસી અને માલીકીપણાનો ભાવ આવે છે. ત્યારબાદ હેરાનગતિ ઇમોશ્નલ અત્યાચાર અને છેલ્લે રોવાનું તો આવે જ છે.
પણ શું આ પ્રકારનો સ્વભાવ સામાન્ય છે? શું તમે પણ તમારા પાર્ટનર પ્રત્યે વધુ પડતા પોસેસીવ થઇ જાવ છો? આવું ત્યારે જ થાય છે જયારે તમને તમારા પાર્ટનર માટે ઇનસિકયોરીટી થાય છે અને તમે ઇચ્છો છો કે સામેવાળી વ્યકિત તમને પ્રેમ કરે અને મહત્વ આપે અને આ સંજોગોમાં વિનંતીને બદલે ઓર્ડરો વધી જાય છે. માલીકીપણાનો ભાવ ત્યારે જ પનવે છે. જયારે સેલ્ફ લવ અને આત્મવિશ્ર્વાસની કમી હોય આમ તો આ બધુ પ્રેમમાં સામાન્ય છે પણ તમે તેની બોર્ડર કયારે ક્રોસ કરી તો છો તેની ખબર રહેતી નથી.
તેને લીધે તમારો પાર્ટનર તનાવ અનુભવે છે. પોસેટીવ વ્યકિત તેના પાર્ટનરનું વોટસએપ, ફેસબુક સ્ટોક કરે છે. તમારો પાર્ટનર વિપરીત સેકસના લોકો સાથે તમે કેટલા સંપર્કો રાખો છો તેની સામે ઝગડો કરે છે અને તેના મિત્રો સાથેના વહેવારો તોડવા અંગે દબાણ કરે છે. દરેક સમયે તમને ફોન કરીને અપસેડ રાખે છે કે તમે કઇ જગ્યાએ છો. તમારા મિત્રોને સોશ્યિલ મીડીયા પર સ્ટોક કરે છે. તેના પરિવાર અને મિત્રોને એકતરફ રાખી પોતાના પાર્ટનરને તેનું વિશ્ર્વ માને છે. જો તમારા પાર્ટનર પણ આવું કરતાં હોય તો તેને પસંનાલીટી ડિસઓકર હોઇ શકે છે.
આ પ્રકારનું વર્તન કરનાર વ્યકિત પોસેસીવ હોય છે પ્રેમમાં આવું તો થાય આ વાત મેડીકલ સાયન્સ પ્રમાણે ફીટ બેસતી નથી. આ પ્રકારનો સ્વભાવ માનસીક બીમારી હોઇ શકે છે. અમુક પ્રમાણમાં જેલેસી, ઇનસિકયોરીટી સામાન્ય છે પણ કહેવાય છે ને કે અતિની ગતિ હોતી નથી. આ પ્રકારનો સ્વભાવ તમારા માટે જોખમી બની શકે છે. અને ત્યારબાદ બદલો અને દ્રેશની ભાવના પેદા થાય છે આવા સંજોગોમાં પ્રોફેશનલ થેરાપીસ્ટ અથવા કાઉન્સીલરની મદદ લેવી જોઇએ.