માણસ એક સામાજિક પ્રાણી છે. દરેક વ્યક્તિને સમાજની, મિત્રોની, રિલેટિવ્સની જરૂર રહે જ છે. કોઈ પણ વ્યક્તિ બીજા લોકો વગર રહી શકતી નથી, પરંતુ ક્યારેક કોઈ સંજોગોમાં એવું બને છે કે વ્યક્તિ એકલી પડી જાય છે. એકલતા પણ જુદા-જુદા પ્રકારની હોય છે. ઘણી વાર પોતાના પ્રિયજનના મૃત્યુને કારણે કોઈ એકલું પડી જતું હોયછે તો ઘણી વાર કોઈ સંજોગોમાં જેમ કે ભણવા કે નોકરી માટે પ્રિય લોકોથી દૂર રહેવું પડે છે.
ઘણી વાર સંબંધો બગડી જવાથી એકલા રહેવાનો વારો આવતો હોય છે તો ઘણી વાર ઝઘડા-ફસાદથી દૂર રહેવા માટે વ્યક્તિ પોતે જ સામે ચાલીને એકલી રહેવાનો માર્ગ અપનાવતી હોય છે. આજનું જીવન પણ બદલાઈ ગયું છે. લોકો એટલા વ્યસ્ત થઈ ગયા છે કે કોઈને કોઈમાટે સમય નથી હોતો. આ પરિસ્થિતીમાં ભીડ મેં ભી તન્હા જેવી પરિસ્થિતી સર્જાઈ જાય છે.પોતાના લોકો હોવા છતાં પણ માણસ એકલો બની જાય છે. આ બધા જ પ્રકારની એકલતા માણસની માનસિક અને શારીરિક હેલ્થ પર અસર કરે છે. આપણે જોઈએ જ છીએ એમ એકલા રહેતા માણસોની હેલ્થ કોઈ ને કોઈ રીતે અસર પામતી જ હોય છે. પછી એ હોસ્ટેલમાં એકલું રહેતું બાળક હોયકે વૃદ્ધાવસમાં એકલાં રહેતાં સ્ત્રી કે પુરુષ હોય.
રિસર્ચ :
તાજેતરમાં અમેરિકાની ર્નો કેરોલિના યુનિવર્સિટીએ સંબંધો અને હેલ્થ પર એક બહોળું રિસર્ચ કર્યું છે જેમાં દરેક ઉંમરના પડાવે એની અસર પણ નોંધી હતી, જે અનુસાર એણે તારવ્યું હતું કે એકલતા એ ડાયાબિટીઝ જેટલી જ ગંભીર કન્ડિશન છે. એક યુવાન વ્યક્તિને એક્સરસાઇઝ ન કરવાી જે શારીરિક પ્રોબ્લેમ્સ થાય છે એ જ પ્રોબ્લેમ્સ યુવાન વયે એકએકલી વ્યક્તિને થાય છે. એટલે કે એક્સરસાઇઝ ન કરવી અને એકલા રહેવું એ બન્ને યુવાનવયે એકસરખી કન્ડિશન છે.
રિસર્ચે સાબિત કર્યું કે એકલા રહેતા માણસને હાર્ટ-ડિસીઝ, સ્ટ્રોક અનેકેન્સરનો ખતરો ખૂબ વધી જાય છે. આ સિવાય વૃદ્ધાવસમાં જે વ્યક્તિ એકલી રહે છે એને હાઇપરટેન્શનવાનું રિસ્ક વધુ હોય છે. રિસર્ચમાં એ તુલના પણ કરવામાં આવી કે જેમને ડાયાબિટીઝ છેએવા વૃદ્ધોને બ્લડ-પ્રેશર થવાનું રિસ્ક રહે જ છે એ સૌ જાણે છે, પરંતુ એનાી પણવધુ બ્લડ-પ્રેશર વાનું રિસ્ક એકલી રહેતી વ્યક્તિ પર તોળાતું હોય છે.
વળી રિસર્ચમાંએ પણ જોવા મળ્યું કે જે લોકો એકલવાયા નથી, બધાની સાથે રહે છે તેમનો જીવનકાળ એકલા રહેતા લોકોકરતાં ઘણો લાંબો હોય છે. વ્યક્તિની હેલ્થને અસર કરતી બાબતોમાં સોશ્યલ નેટવર્કવ્યક્તિનું વિસ્તરેલું હોય એ દરેક ઉંમરે ખૂબ જ જરૂરી બાબત છે. વળી આ રિસર્ચમાં જોવા મળ્યું કે જે લોકો સોશ્યલી ઍક્ટિવ છે એવા યુવાનો ઓબેસિટીથી દૂર રહે છે.
શારીરિક અને માનસિક હેલ્થ :
શારીરિક અને માનસિક હેલ્થને આપણે જુદી-જુદી રીતે જોતાં શીખીગયા છીએ, પરંતુ એ ભૂલી ગયાછીએ કે એ બન્ને વચ્ચે સીધો સંબંધ છે. મન એ શરીરની ચોમેર વીટળાયેલું તત્વ છે. આ એકઆવરણ છે જે શરીરની સાથે ચોંટેલું છે અને જેમાં કોઈ પણ પ્રકારની તકલીફ શરીરને સીધીરીતે અસર કરે જ છે. જ્યારે આપણે માંદા હોઈએ ત્યારે ખુશ નથી રહી શકતા અને જ્યારેઆપણે ખુશ હોઈએ છીએ ત્યારે ગમેએવી બીમારી પણ ઠીક થઈ જાય છે. આ આપણા દરેક સાથે તીપ્રક્રિયા છે જે સૂચવે છે કે શારીરિક અને માનસિક હેલ્ને અલગ-અલગ જોવી એ આપણી ભૂલછે. ઘણા લોકો શારીરિક હેલ્થને ખૂબ મહત્વ આપે છે, પરંતુ માનસિક હેલ્થને અવગણ્યા કરે છે જેને લીધે શારીરિક હેલ્થને સુધારવાના તેમના પ્રયત્નો વિફળતાં લાગે છે.
શેરિંગનો અભાવ :
આપણા કાનૂનમાં એકલતાને મોત પછીની બીજી ગંભીર સજા ગણવામાં આવી છે. કેટલાક કેદીઓને ર્કોટ એકલા રહેવાની સજા આપે છે. એકલતા કેટલી મોટી સજા છે એએક એકલી રહેતી વ્યક્તિ જ સમજી શકે છે. એકલતાને સમજવાનો પ્રયાસ કરાવતાંસાઇકિયાટ્રિસ્ટ ડોકટર કહે છે,
માણસ કોઈ પણ રીતે એકલો હોય ત્યારે તેના જીવનમાં બે પરિબળોનોઅભાવ સર્જાય છે. એક શેરિંગ અને બીજું કેરિંગ. પોતાની વાતો, અનુભવો અનેલાગણીઓ શેર કરવા માટે આપણને લોકો જોઈએ છે. જો આપણે આ વસ્તુઓ શેર ન કરી શકીએ તોઆપણી હાલત દિવસે-દિવસે ખૂબ ખરાબ તી જાય છે. જેમ હવા, પાણી, ખોરાક આપણીજરૂરિયાત છે એમ શેરિંગ પણ આપણી મૂળભૂત જરૂરિયાતોમાં આવે છે. બીજું, એકલા રહેવાી વ્યક્તિને હૂંફની કમી મહેસૂસ થાય છે.
દરેક વ્યક્તિને કોઈ એવી વ્યક્તિ જોઈએ છે જેએનું ધ્યાન રાખે, જે એકલા હો ત્યારે શક્ય નથી બનતું. જોકે એકલા ઘણા લોકો હોયછે, પરંતુ એવા લોકોજેમણે એકલતા સાથે ઍડ્જસ્ટમેન્ટ કરી લીધું છે તેમને બહુ વાંધો નથી આવતો. જે લોકો એ નીકરી શકતા તેમને તકલીફ જરૂર થાય છે. રિસર્ચ કહે છે કે જે લોકો આ ઍડ્જસ્ટમેન્ટ નથી કરીશકતા એ લોકોમાં વહેલા મૃત્યુનું પ્રમાણ ૬ ગણું વધી જાય છે.
એકલતા એક મોટું સ્ટ્રેસ :
આનો સીધો સંબંધ સમજાવતાં દહિસરના ફેમિલી-ફિઝિશ્યન ડોકટર કહેછે, એકલતા પોતાનામાંએક ખૂબ મોટું સ્ટ્રેસ છે અને સ્ટ્રેસ એ કોઈ પણ રોગનું મૂળ કારણ હોઈ શકે છે. આસ્ટ્રેસ અમુક હોર્મોન્સ રિલીઝ કરે છે જે શરીરમાં બ્લડશુગર વધારે છે. ઘણી વારઇન્ફ્લમેશન માટે જવાબદાર બને છે જેને કારણે બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ કેસ્ટ્રોક જેવી તકલીફોનું કારણ બને છે.
આ સિવાય જ્યારે લોકો એકલા હોય છે ત્યારે એકેરલેસ બની જતા હોય છે. આવા લોકોને હાઇજીનના પ્રોબ્લેમ્સ હોય છે. ખાવા-પીવાનું અનેદવાઓ ઠીક સમય પર લેતા ની. અનિયમિત રૂટીનને કારણે તેમની ઊંઘ ડિસ્ટર્બ થાય છે જેનેલીધે પેટના પ્રશ્નો શરૂ થાય છે. આ બધું એક ચેઇન છે જે જુદા-જુદા રોગો તરફ વ્યક્તિનેધકેલે છે. આ સિવાય એકલા લોકો સોશ્યલાઇઝિંગ કરવાના ચક્કરમાં બહાર ખાઈ-પીએ છે. જોબૂરી સંગતમાં ફસાય તો દારૂ કે સ્મોકિંગની આદત લાગે છે. આ બધી દેખાવમાં નાની લાગતીવસ્તુઓ મોટાં પરિણામો લાવે છે.