સંશોધનમાં પાણી મિનરલ્સ વાળુ મળશે તો જીવન શકય બનશે
ચંદ્રઉપર બરફ હોવાની ભારતની ખોજને નાસા દ્વારા પુષ્ટી મળતા હવે ચંદ્ર ઉપર માનવ જીવન શકય છે કે કેમ તે અંગે સંશોધન થઈ રહ્યુંં છે. ચંદ્રની સપાટી પર મળેલા બરફ અને પાણીને હવે તે માનવ જીવન માટે કેટલું ઉપયોગી છે તેની શોધ કરવામાં આવશે પાણીમાં કેટલો ક્ષાર છે. અને તે જીવન ઉપયોગી છે કે કેમ તેનું સંશોધન કરવા ચંદ્રયાન-૨ને તૈયાર કરવામાં આવશે.
સામાન્ય રીતે જમીન ઉપર જો પાણીની ઉંડાઈ કે ક્ષારનું પ્રમાણ જાણવું હોય તો બોર કરવામાં આવે છે અને હવે ચંદ્ર પર પાણી કેવું છે તેની શોધ ચંદ્રયાન-૨ કરશે. ઈસરો દ્વારા મિશન ચંદ્રયાન-૨ લોન્ચ જાન્યુઆરીના ફર્સ્ટવીકમાં જ લોન્ચ થશે અને ચંદ્રપરના પાણીમાં કેટલા પ્રમાણમાં ક્ષાર છે કેટલી ઉંડાઈ છે તેની તપાસ કરશે.
આંઅગે વધુ જણાવતા ઈસરોના ચેરમેન કે શિવને કહ્યું નાસા દ્વારા ઈસરોની આ ખોજને પુષ્ટિ અપાઈ છે હવે ચંદ્રયાન-૨ના લોન્ચીંગથી ચંદ્રપર પાણીની સપાટી ક્ધટેન્ટ અને માનવ જીવન ઉપયોગી પાણી છે કે કેમ તે અંગે સંશોધન કરાશે અને ત્યારબાદ ચંદ્રપર જીવન શકય છે. કે કેમ તેની ખાત્રી થશે.
વધુમાં શિવને કહ્યું કે ચંદ્રયાન-૨ ત્રણ પધ્ધતિથી સંશોધન કરશે જેમાં ઓરલીટ, લેન્ડર અને રોવરનો સમાવેશ કરવામાં આવશે આઉપરાંત ૧૩ પેલોડ મેપીંગ બરફ અને પાણી જે છેલ્લા કેટલાક સમયમાં મળ્યા તેનું સંશોધન કરશે નાસા દ્વારા પણ ચંદ્રપર ખનીજ શોધવાની કામગીરી ચાલી રહી છે. ઈશરો દ્વારા જે સમયે ચંદ્રયાન-૧ લોન્ચ કરાયું તે સમયે નાસાના એમ.૩ દ્વારા ચંદ્રપર સંશોધન ચાલી રહ્યું હતુ જો કે ચંદ્રયાન-૧ એ ચંદ્ર પર પાણી અને બરફ હોવાનું જણાવ્યું હતુ.
જોકે ચંદ્રયાન ૨ હવે ચંદ્રપર મળેલા બરફ પાણીના અવશેષોને તપાસશે આ અંગે વધુ જણાવતા ઈસરોના ચીફ કિરણકુમારે કહ્યું કે આ આપણા માટે ખૂબજ ગર્વની વાત છે. ચંદ્રયાન-૧ના ઓરબીટર સ્કેનરથી વેવેઈગી મારક્રો ૩ માઈક્રો સપાટી ઉંડે પાણી હોવાની જાણ થઈ અને હવે ચંદ્રયાન-૨ પાયલોડ દ્વારા વેવીંગ સ્કેન કરીને ૫ માઈક્રોથી ૫૦૦૦ નેનો મીટર સુધી ખોદકામ કરી વેવસ દ્વારા પાણી બરફમાં રહેલો ક્ષાર અને ખનીજના પ્રમાણને શોધાશે.
આ પધ્ધતિ અંતર્ગત લેસર ઈન્સ્ટુમેન્ટનો ઉપયોગ થશે લેસર રોવર દ્વારા સપાટીને સ્કેન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-૨ મિશન જાન્યુઆરીમાં ભારત દ્વારા શરૂ કરાશે અને તે ચંદ્રપર પહોચી પાણીની પાત્રતા જાણશે.