જીએસટી અને નોટબંધી જેવા પગલાઓ બાદ મોદી સરકારે રજૂ કરેલા બજેટમાં પ્રજાને ચૂંટણી ઢંઢેરાની સનસનાટી સંભળાવવાનો પ્રયાસ થયો હોય તેવુ લાગી રહ્યું છે.
આમ નાગરીકને બેજટની આંકડાકીય આંટીઘૂટીમાં બિલકૂલ રસ નથી. સામાન્ય પ્રજાને માત્ર શું સસ્તુ થયું અને શું મોંઘુ થયું તે જાણવામાં જ રસ માત્ર છે.
બજેટની પિષ્ટપીંજણ વધુમાં વધુ પાંચ-છ દિવસ ચાલુ રહેતી હોય છે. માર્કેટમાં ગાય પછી ગ્રાહકને એ જાણવામાં જ રસ હોય છે કે તેના ઘટનાં બે છેડા ભેગા થાય એવડી ‘પછેડી’ સરકારે પાથરી છે કે નહીં.
જેટલીએ રજૂ કરેલુ ૨૦૧૮-૧૯નું બજેટ આમ તો ખેડૂત વર્ગ માટે આશા જન્માવનારુ હોય એવું પહેલી જ નજરે દેખાઇ રહ્યું છે.
પણ આંકડાકીય માહિતીનું પિષ્ટ પીંજણ કરતા જણાય છે કે જે ક્ષેત્રમાં જેટલા લાખ-કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે તેને સમગ્ર ભારતનાં સમગ્ર ખેડૂત માટે વ્યક્તિગત આવી છે તેને સમગ્ર ભારતનાં સમગ્ર ખેડૂત માટે વ્યક્તિગત રીતે લાગૂ પાડવામાં આવે તો જણાય આવે છે કે એક ખેડૂતને ભાગે માંડ ૫૦૦ થી ૬૭૫ રુપિયા જેવી ફાળવણી થઇ છે.
પરંપરા પ્રમાણે બજેટ રજૂ કરનાર સરકારનાં મંત્રીઓ અને રાજ્યથી લઇને પ્રદેશ કે ગ્રામ્ય કક્ષાના નેતાઓ બજેટને ‘વખાણતા’ હોય છે. જ્યારે વિપક્ષની ભૂમિકામાં કોઇપણ પાર્ટી હોય બજેટને ‘વખોડતા’ હોય છે.
સરકારે ક્યાં-ક્યાં અને કઇ કઇ રીતે આંકડાની માયજાળ રચી છે તે ત્વરીત જાણવું હોય તો વિપક્ષનાં તળીયા લેવલનાં નેતાથી લઇને રાષ્ટ્રીય લેવલનાં નેતાઓની બયાનબાજી સાંભળી લેવાથી તુરંત જ બજેટની જણાઇ આવતી હોય છે.
દર વર્ષે બજેટ રજૂ કરતા પહેલા ગયા વર્ષનાં આવેલા બજેટનાં શુ પરિણામે રહ્યા તેનું વિશ્ર્લેષણ કરવા માટે કમસેકમ એક અઠવાડિયા માટે સંસદનું સંયુક્ત સત્ર બોલાવવાનો શિરીસ્તોયાસ કરવો જોઇએ.
જો આમ થશે તો કમસેકમ દર વર્ષે ઠંડીની વિદાય સમયે આપવામાં આવતા ગરમા-ગરમ વાસી ભજીયા જેવા બજેટની એક સિક્કાની બે બાજુ જેવી વાસ્તવિકતાથી ભારતીય પ્રત્યે વાકેફ થશે.