વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર ગણાતા ભારતની અર્થવ્યવસ્થા માટે પણ હવે વર્ચ્યુઅલ કરન્સીની જરૂરીયાત ઉભી થઈ હોવાનું અગ્રણી બેંકરોનો મત: આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ચીન ડિજીટલ કરન્સી તરફ વળે છે ત્યારે ભારતે પણ આ દિશામાં વિચારવું જોઈએ
વિશ્વમાં અત્યારે આર્થિક વ્યવહાર ઉપર કુબેરના ભંડાર કરતા પણ અનેક રીતે ગંજાવર બનતું જાય છે. ત્યારે રોકડ વ્યવહાર કરતા અન્ય વિકલ્પની વિચારણા સમગ્ર વિશ્ર્વમાં થઈ રહી છે. તેવા સંજોગોમાં પણ અનેક સરકારો બીટકોઈન જેવા ચલણ પર પ્રતિબંધ મુકવાની દિશામાં વિચારી રહી છે ત્યારે બીટકોઈનના સર્જક સતોષી નાકામાટુ જેવા લોકો નિરાશ થાય તે સ્વાભાવીક છે. ૨૦૦૯માં શરૂ થયેલી ક્રિપ્ટો કરન્સીનું ભવિષ્ય કેટલીક સરકારના નિર્ણયો પર નિર્ભર છે. પરંતુ સાથે સાથે નાકામાટુ સેન્ટ્રલ બેંકને આધાર રાખીને ડિજીટલ કરન્સીના ઉપયોગની કાયદેસરતા માટે પ્રયાસો કરી રહ્યાં છે. ઘણી બેેન્કિંગ સંસ્થાઓ સીબીડીસીના આ ક્ધસેપ્ટને ગંભીરતાથી વિચારમાં લઈ ચૂકી છે. બેંકોનું કામકાજ અને નાણાકીય વ્યવસ્થા માટે અને ખાસ કરીને છેતરપિંડી અને ભ્રષ્ટાચારને લઈને ડિજીટલ કરન્સી અપનાવવી કે કેમ તેના પર ૬૩ જેટલી બેંકો વિચારી રહી છે.
ચાઈનાની જ વાત કરીએ તો કોરોના મહામારી ઝંઝાવત છતાં તેની વર્ચ્યુઅલ કરન્સીનું અર્થતંત્ર અડીખમ ઉભુ છે. ડિજીટલ યુઆન હજુ મજબૂતપણે છે. ચીન પછી ભારત વસ્તીની દ્રષ્ટીએ બીજા નંબરે આવે છે ત્યારે ભારતની અર્થતંત્રની તરલતા જાળવવા માટે ડિજીટલ રૂપિયાનો ક્ધસેપ્ટ સ્વીકારી શકાય. ડિજીટલ રૂપિયા અને લેવડ દેવડમાં ૮૫ ટકા જેટલું ટ્રાન્જેકશન કરી શકાય તેમ છે. આ ઉપરાંત અમેરિકામાં સીમા પારના ચૂકવણામાં જ અઠવાડિયાના પાંચ દિવસ પસાર થઈ જાય છે. જો તેમાં ડિજીટલ કરન્સીનો અવિરભાવ વધારવામાં આવે તો ફાયદો થાય. સીબીડીસીના ઘણા વિકલ્પોમાં ડિજીટલ પેમેન્ટથી ફાયદો થાય તેમ છે. વિશ્ર્વની બદલતી જતી પરિસ્થિતિ વચ્ચે હવે ક્યાંકને ક્યાંક વર્ચ્યુઅલ કરન્સીની જરૂરીયાત ઉભી થઈ છે. ફેસબુકની ડિજીટલ કરન્સી લીબ્રા અમેરિકામાં ખુબ ચાલે છે. અમેરિકાની સેનેટે અમેરિકન ડોલરને ધ્યાને લઈને ડિજીટલ ડોલરનું સર્જન કરવાનું નક્કી કર્યું છે. સ્વીડનમાં પણ વર્ચ્યુઅલ કરન્સીની માંગ વધી છે. ફ્રાન્સ, કોરીયાએ પણ આ દિશામાં વિચારવાનું શરૂ કર્યું છે. વેનેઝ્યુએલા ક્રિપ્ટો કરન્સી પર પોતાનું અર્થતંત્ર લઈ જવા માંગે છે. અહીં ૨ લાખ ટકા જેટલો ફૂગાવો વધી ગયો છે. ઓઈલ કંપનીઓ જેવી વિશાળ વ્યવસ્થા ધરાવતી સંસ્થા માટે વર્ચ્યુઅલ કરન્સી સીવાય કોઈ છુટકો નથી.
ભારત માટેનો રોડ મેપ: ભારતે વર્ચ્યુઅલ કરન્સીના અવિરભાવ માટે ડિજીટલ રૂપિયાના ક્ધસેપ્ટ અંગે વિચારણા શરૂ કરી છે. રૂપિયાની તરલતાને સલામત રાખીને વિશ્ર્વાસનું વાતાવરણ ઉભુ કરી રૂપિયાના વિનીમયને આ વ્યવસ્થાથી સરળ બનાવી શકાય તેમ છે. ડિજીટલ કરન્સીના ૨ ફાયદાઓમાં એક તો ટ્રાન્જેકશનનો સમય અને તે માટેની હેરફેરની જગ્યા બચાવી શકાય. ગણવાની માથાકૂટ અને તેમાં રહેલી ક્ષતિઓનો પ્રશ્ર્ન નિવારી શકાય. વળી મની લોન્ડરીંગ અને કૌભાંડોની શકયતા પણ ઘટી જાય. વર્ચ્યુઅલ કરન્સીના ઉપયોગથી નાણાકીય વ્યવહાર ઝડપી અને પારદર્શક બની શકે છે પરંતુ તેના માટે એક નક્કર આંતર માળખાકીય સુવિધાઓ ઉભી હોવી જોઈએ. બોન્ડ હોલ્ડર અને નાણાકીય ગેર વહીવટમાં બચાવ કરી શકાય. યશ બેન્ક અને તેના જેવા કોઈ પણ કૌભાંડમાં આ કરન્સીનો ઉપયોગ ન થાય તેવું વાતાવરણ હોવું જોઈએ. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા યુપીઆઈ ધોરણે ચૂકવણું કરવામાં આવે છે. ૧૪૯ ટકા જેટલું ભારણ તેનાથી ઘટી જાય. સીબીડીસીના વૈશ્ર્વિક ઉપયોગના માહોલમાં ચીન અને અમેરિકા પોતાનો વેપાર-વ્યવહાર અને અનેક પડકારોને લઈને વર્ચ્યુઅલ કરન્સી તરફ વળ્યા હોય તેવું લાગે છે. ચાઈના ડિજીટલ યુઆનનું ચલણ અલીબાબા, પેનેસન, વીચેટ જેવા મંચ ઉપર કરવા લાગ્યું છે. ભારત સાથેના પ્રોકસી યુદ્ધમાં પણ હવે ડિજીટલ રૂપિયાની જરૂરીયાત ઉભી થઈ છે. અર્થતંત્રમાં નાણા ફરવાનું પ્રમાણ જોવા જઈએ તો જીડીપી રેશિયોના ૧૨ ટકા જેટલું ચલણ ફરતું હોય ત્યારે ભારતમાં પણ વર્ચ્યુઅલ કરન્સીનો વિકલ્પ વિચારણા હેઠળ છે. જો કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ક્રિપ્ટો કરન્સીના વ્યવહાર પર એપ્રીલ ૨૦૧૮માં પ્રતિબંધ મુક્યો હતો તેને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હવે સરકાર પ્રાઈવેટ ટોકન પ્રથાનો અમલ કરવા વિચારી રહી છે. ભારતમાં ડિજીટલ અર્થ વ્યવસ્થા અને ક્રિપ્ટો કરન્સીના ધંધા બંધ થશે કે ખુલશે તેના પર મીટ મંડાઈ રહી છે. ભારતમાં વિશ્ર્વનું સૌથી મોટુ ત્રીજા નંબરનું અર્થતંત્ર કાર્યરત છે ત્યારે વ્યવહારૂ પારદર્શકતા વધારવા માટે વર્ચ્યુઅલ કરન્સીની જરૂરીયાત પર વિચારણા થઈ રહી છે.