પાટીદાર અનામતના આંદોલન દરમિયાન ૨૦૧૫માં થયેલા હિંસક તોફાનો બદલ હાર્દિક સહિત પાસના ત્રણ નેતાઓ સામે રાજદ્રોહના કેસમાં અમદાવાદ સેસન્સ કોર્ટમાં ચાર્જ ફેમ કરાયા
રાજયમાં પાટીદાર અનામત આંદોલન ચલાવી રહેલા હાર્દીક પટેલ અને તેના બે સાથીઓ સામે રાજદ્રોહના કેસમાં કોર્ટમાં આરોપનામું રજુ કરવામાં આવ્યું છે. રાજય સરકારે ત્રણ વર્ષ પહેલા ૨૦૧૫માં થયેલા પાટીદાર અનામત આંદોલન દરમ્યાન હિંસક પ્રદર્શન સરકાર સામે બળવો, અન્ય લોકોને હિંસા માટે ઉશ્કેરવા વગેરે ગુન્હાઓ હાર્દીક સામે લગાવ્યા છે. હાર્દીક સામે લગાવ્યા છે હાર્દીક પટેલ સામે અત્યાર સુધીમાં રાજયમાં અનેક રાજદ્રોહના ગુન્હાઓ લાગી ચુકયા હોય તેની રાજકીય કારકીર્દી પર પ્રશ્નાંર્થ ઉભો થવા પામ્યો છે.
અમદાવાદમાં ઓગસ્ટ ૨૦૧૫માં અનામતની માંગણી માટે થયેલા એક કાર્યક્રમમાં રાજય સરકાર સામે બળવો પોકારવાનો ગુન્હાહિત ષડતંત્ર રચરવાનો અને હિંસા માટે લોકોને ઉશ્કેરવા બદલ રાજદ્રોહનો ગૂન્હો નોંધાયો હતો. આ કેસમાં હાર્દીક પટેલ તેના બે સાથીઓ દિનેશ બાંભણીયા અને ચિરાગ પટેલને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા. જાન્યુઆરી ૨૦૧૬માં આ અંગે અમદાવાદની સેસન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ થઇ હતી જેમાં આ ત્રણેય આરોપીઓ સામે પાટીદાર યુવાનોને અન્યાયી દબાણ સામે લડત આપીને સરકારને ઉથલાવવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.
આ ચાર્જશીટમાં પોલીસે દાવો કર્યો હતો. કે આ આરોપીઓએ સોશ્યલ મીડીયાના માઘ્યમ સમાજમાં સરકાર સામે ઉગ્ર આક્રોશ ફેલાય લોકો હિંસા પર ઉતરી આવે તેવા મેસેજો ફરતા કર્યાનો આરોપ મુકયો હતો. આ આરોપીઓની આવી સરકાર વિરુઘ્ધ દ્રોહની આવી પ્રવૃતિના
કારણે રાજયભરના મોટાભાગોમાં ચાર દિવસ સુધી સતત હિંસક તોફાનો ફાટી નીકળ્યા હતા. અને તેના કારણે કરોડો રૂ.ની સરકારી મિલ્કતોને નુકશાન પહોચ્યાનો આ ચાર્જશીટમાં આરોપ મુકવામાં આવ્યો હતો.જો કે, આ ચાર્જશીટ સામે હાર્દીક પટેલ સહીતના આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખટખટાવતા રાજય વિરુઘ્ધ યુઘ્ધ ચલાવવાના આરોપને પડતો મુકયો હતો. આ આરોપમાં વધારેમાં વધારે મૃત્યુ દંડની સજા છે.
આ અંગે હાર્દીક પટેલે જણાવ્યું હતું કે તેને ન્યાયતંત્રમાં પુરો વિશ્વાસ છે અને તેના પર મુકાયેલા ખોટા આરોપમાંથી તે નિર્દોષ પુરવાર થશે પોલીસે રાજકીય દબાણ હેઠળ મારી સામે આ ખોટું આરોપનામુ મુકયું છે. તેમાં હું નિર્દોષ પુરવાર થઇશ. તેમ છતાં જો મને ન્યાય નહી મળે તો હાઇકોર્ટમાં ન્યાય માટે જઇશ.