આજના સમયમાં આ વ્યસ્ત જીવનમાં દુખાવો અને ચિંતાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ક્યારેક લાંબો સમય બેસી રહેવાથી પીઠનો દુખાવો, ક્યારેક ગરદન અને પીઠમાં તો ક્યારેક સાંધામાં દુખાવો થાય છે. જ્યારે દુખાવો વધે છે. ત્યારે લોકો દવાઓનો આશરો લે છે. દવાઓ દુખાવામાં રાહત તો આપે છે પણ શરીર પર ક્યાંક ને ક્યાંક તેની આડઅસર ચોક્કસ જ થાય છે. આવી સ્થિતિમાં જો તમે દવા વિના પીડા અને ચિંતાથી છુટકારો મેળવવા માંગો છો. તો હળદરની ચા એક ઉત્તમ કુદરતી ઉપાય છે. વાસ્તવમાં હળદરમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે. જે શરીરના દુખાવો અને સોજો દૂર કરવામાં મદદ કરે છે અને રાહત આપે છે. આ ટિપ્સને અપનાવીને તમે દુખાવામાં તરત જ રાહત મેળવી શકો છો.
હળદરની ચા પીવાના ફાયદા
રોગપ્રતિકારક શક્તિ વધે
હળદરની ચા રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. તેમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે. હળદરની ચા પીવાથી રોગો સામે લડવાની શક્તિ મળે છે. આ ચા શરદી, ઉધરસ અને તાવ જેવા ચેપી રોગોને મટાડવાનું પણ કામ કરે છે.
વજન ઘટાડવામાં ફાયદાકારક
હળદરની ચા વજન ઘટાડવામાં ફાયદાકારક છે. તેમાં રહેલા પોષક તત્વો મેટાબોલિઝમ વધારવાનું કામ કરે છે. હળદરની ચા પીવાથી કેલરી ઝડપથી બર્ન થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. જો તમે પેટની ચરબી ઘટાડવા માંગતા હોવ તો ખાલી પેટે હળદરની ચા પીવી ખૂબ જ ફાયદાકારક છે.
બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરે
હળદરની ચા ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા એન્ટિ-ડાયાબિટીક ગુણો સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સવારે આ ચા પીવાથી શરીરને એનર્જી પણ મળે છે.
સ્નાયુઓના દુખાવામાં રાહત આપે
હળદરમાં રહેલા બળતરા વિરોધી ગુણો પીડાને દૂર કરવામાં મદદ કરે છે. હળદરની ચા પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. તેનાથી હાડકાં મજબૂત બને છે. તેમજ આ ચા પીવાથી સ્નાયુઓના દુખાવામાથી રાહત મળે છે.
હળદરની ચા કેવી રીતે બનાવવી :
સૌ પ્રથમ એક તપેલી લો. ત્યારબાદ તપેલીમાં બે કપ પાણી નાખી તેને ઉકાળી લો. હવે તેમાં અડધી ચમચી ઓર્ગેનિક હળદર અને ચપટી કાળા મરીનો પાવડર ઉમેરો. તેને ધીમી આંચ પર 7 થી 8 મિનિટ સુધી ઉકળવા દો. આ પછી તેને એક કપમાં કાઢી લો અને તેમાં લીંબુના થોડા ટીપા ઉમેરો.
સ્વાદ વધારવા માટે તમે એક ચમચી મધ પણ લઈ શકો છો. ધ્યાનમાં રાખો કે મધને સ્ટોવમાંથી બહાર કાઢ્યા પછી જ કપમાં નાખો. તેનાથી તેની ગુણવત્તા જળવાઈ રહે છે. આ રીતે તમારી ચા તૈયાર છે. તમે આ ચા દિવસમાં 3 વખત પી શકો છો. તમને દુખાવામાથી તરત જ રાહત મળશે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.