કેટલાક લોકો ઘણીવાર જીરું, વરિયાળી અને અજવાઈનનો ઉપયોગ રસોઈ માટે કરે છે. વરિયાળી, જીરું અને અજવાઈનનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. તમે તેનો ઉપયોગ ખોરાકના સ્વાદ અને પોષક તત્વોને વધારવા માટે કરો છો. તેમજ સ્વાસ્થ્યને લગતા વધુ ફાયદા મેળવવા માટે તમે જીરું, વરિયાળી અને અજવાઈનનું પાણી પણ પી શકો છો. આનાથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે. પણ શું તમે જાણો છો કે જીરું, વરિયાળી અને અજવાઇનની ચા પીવાથી તમારી ત્વચાને અનેકગણા ફાયદા થાય છે. ચોમાસાની આ સીઝનમાં શરીરને ડિટોક્સિફાય કરવા ઉપરાંત બીજી ઘણી વસ્તુઓમાં તે ફાયદાકારક છે. તે તમને દિવસભર તાજગી સાથે કુદરતી ચમક પણ આપે છે. ચાલો જાણીએ આ ચા પીવાના ફાયદા વિશે.

Fennel Seeds - Benefits, Nutrition, And Weight Loss - HealthifyMe

જીરું, વરિયાળી અને અજવાઈન ચા પીવાના ફાયદા

Can you drink black tea when pregnant, Best drinks for pregnant women and drinks to avoid

1. ત્વચા માટે એન્ટિસેપ્ટિક તરીકે કામ કરે છે

6 Home remedies for glowing face that actually work wonders

જીરું, વરિયાળી અને અજવાઈન આ ત્રણેય ખનિજો અને વિટામિન્સનો ભંડાર છે. સાથોસાથ આ એન્ટિસેપ્ટિક ગુણોથી ભરપૂર છે જે ત્વચા સંબંધિત સમસ્યાઓ પર સારી રીતે કામ કરે છે. તેનાથી ચહેરા પર કોઈપણ પ્રકારનું ઈન્ફેક્શન થતું નથી. તેમજ ચહેરો સ્વસ્થ રહે છે.

2. તૈલી ત્વચા માટે ફાયદાકારક

Oily Skin Care 101

આ ચોમાસાની સીઝનમાં ભેજ વધવાના કારણે ત્વચા તૈલી બની જાય છે. જેના લીધે કેટલીક સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી ત્વચાથી પીડાતા લોકોએ આ ચા પીવી જોઈએ. કારણ કે ગરમી અને પરસેવાના કારણે ત્વચા પર વધુ તેલ દેખાવા લાગે છે અને તેના પર ગંદકી જમા થઇ જાય છે. જેના કારણે ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ થાય છે. જો આ ચાનું સેવન કરવામાં આવે તો તમારી ત્વચા સોફ્ટ અને ચમકદાર બને છે.

3. ખીલની સમસ્યા ઘટાડવામાં મદદ કરે

How To Take Care Of Oily Skin And Acne? – Re'equil

ચોમાસામાં વાતાવરણ બદલવાને કારણે ખીલની સમસ્યા વધી જતી હોય છે. પણ જો તમે જીરું, વરિયાળી અને અજવાઈન ચાનું સેવન કરશો. તો ખીલ અને ડાઘની સમસ્યાને ઘટાડવામાં મદદ કરે છે.

4. સ્વસ્થ ત્વચા

know, health benefits of consuming black tea regularly | प्रतिदिन ब्लैक टी पीने से होंगे ये 10 फायदे | Hindi News, Health

 

જીરું, વરિયાળી અને અજવાઈન કેલ્શિયમ, ઝીંક અને સેલેનિયમથી ભરપૂર હોય છે. તેથી તે હોર્મોન્સને સંતુલિત કરવા અને શરીરમાં ઓક્સિજનનું સ્તર જાળવવા માટે ઉપયોગી છે. સાથોસાથ આ ચાનું સેવન કરવાથી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે.

કેવી રીતે ચા બનાવવી :

International Tea Day 2020: Top 5 benefits of drinking tea

આ ચા બનાવવા માટે અડધી ચમચી જીરું, વરિયાળી અને અજવાઈન લો. ત્યારબાદ એક ગ્લાસ પાણીમાં આખી રાત તેને પલાળી રાખો અને બીજા દિવસે સવારે તેને મિક્સ કરીને સારી રીતે ઉકાળો લો. ત્યારબાદ ચાને ગાળીને ગ્લાસમાં ભરો. હવે તેમાં તેમાં થોડું મધ, અડધુ લીંબુ અને મીઠું ઉમેરો અને તમારી ચા તૈયાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.