ડિવોર્સ બાદની એકલતા તમારા સ્વાસ્થ્યને કેવી અસર પહોંચાડે છે.
ડિવોર્સ કહો કે તલાક કે પછી છુટ્ટા છેડા દરેક શાદનો અર્થ એક થાય છે કે એક સાથી બીજા સાથીના સાથ માંથી મુક્ત થાય છે , અલગ થાય છે. અલગ થવામાં કઈ પ્રોબ્લેમ નથી હોતો. પરંતુ જયારે એક વ્યક્તિ સાથે લગ્ન સંબંધથી જોડાયા હોય અને બાદમાં તેનથી જ અલગ થવાનો વારો આવે ત્યારે સાથી વગરની એકલતા વ્યક્તિને કોરી ખાય છે. જેના કારણે અનેક રીતે બીમારીઓનો સામનો કરવાનો વારો આવે છે. તો આવો જાણીએ કે તલાક બાદની એકલતાનું શું અપરિણામ આવે છે…???
વજન વધવો અથવા ઘટવો :
જયારે વ્યક્તિ કોઈના સાથનો આદિ બન્યો હોય અને એકલા જીવવાનો વારો આવે ત્યારે તે એકલતાને સાંખી નથી શકતો જેની અસર તેના આહાર પર પણ પડે છે. જેમાં કોઈને એનું ભાન નથી રહેતું કે રોજનું કિટાળુ ભોજન આરોગે છે તો કોઈને ભૂખનું ભાન નથી રહેતું અને હાર સૌ નહિવત લે છે. આમ બંને રીતે તેના સ્વસ્થ્યને જ નુકશાન પહોંચે છે.
ચયાપચયની પ્રક્રિયામાં અનિયમિતતા :
જયારે વ્યક્તિ એક સમયે અનેક મુશ્કેલીઓનો સામનો કરતી હોય છે તેવા સમયે તેને બ્લડ પ્રેસર, હાય બ્લડ સુગર, પેટની ચરબીમાં વધારો, કોલેસ્ટેરોલનું વધવું વગેરે સ્વાસ્થ્ય લક્ષી પ્રશ્નોનો સામનો કરવાનો વારો આવે છે જેની અસર વ્યક્તિના પાચન તંત્ર પર પણ પડતી જોવા મળી છે. આ પ્રશ્ન શેકલ્ટનો ભોગ બનેલી સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે.
હાર્ટને લગતી બીમારી :
આ પ્રકારની બીમારી મોટા ભાગે વાયો વૃદ્ધ વ્યક્તિઓમાં જોવા જવા મળે છે. પરંતુ વ્યક્તિને જયારે તેની એકલતા કોરી ખાય છે ત્યારે તેની અસત તેનાહાર્ટ પર પણ પડે છે અને હાર્ટની નળી ઓ બ્લોક થવાના ચાન્સ વધી જાય છે.
અનિંદ્રા :
જીવન સાથીની યાદ એકલતામાં વધુ આવતી હોય છે અને જયારે જીવનભરનો સાથ એક જ નિર્ણયથી છૂટી જાય છે ત્યારે તેની યાદ પણ એટલી એવે છે. જેના કારણે રાતે સરખી ઊંઘ ન આવવાનો તેમજ અનિંદ્રાનો પ્રશ્ન ઉદભવે છે.
ઉદાસી કે હતાશા :
એકલતામાં ઉદાસી કે હતાશા આવવી એ સ્વાભાવિક બાબત છે. એ નિરાશાને કારણે જાણે જીવન જીવવાનો ઉત્સાહ જ ના રહ્યો તેમ વ્યક્તિ જીવનના દરેક રંગથી દૂર થતો જાય છે.
એક જગ્યાએ અટકી જવું :
જીવનમાં કોઈ વ્યક્તિ આવે છે અને જાય છે તે વાતથી દરેકને અસર તો થતી જ હોય છે પરંતુ ડિવોર્સ બાદની એકતાથી વ્યક્તિ એટલો ભાંગી પડ્યો હોય છે જેના કારણે એક પરિસ્થિતિમાં અટકી જાય છે. તેના માટે જમવું, કોઈને મળવું કે જીવનમાં આગળ વધવું દરેક બાબત નકારાત્મકતા જ લાવે છે જે આગળ જતા તેના સ્વાસ્થ્યને નુકશાનકારક સાબિત થાય છે.