કાશ્મીર પર કોંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલી રહી છે: વડાપ્રધાનનો શાબ્દિક પ્રહાર
શું ચિદમ્બરમ કાશ્મીરની સ્વાયતતાની વાત લઇ ભારતને જોખમમાં મૂકવા માગે છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં એક જાહેર કાર્યક્રમમાં બોલતા જણાવ્યું હતું.
તેમણે આગળ કહ્યું હતું કે કાશ્મીર પર કોંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલી રહી છે. કોંગ્રેસના નેતા અલગાવવાદીઓના કાશ્મીરની આઝાદીના સુરમાં સૂર પુરાવી રહ્યા છે. કોંગ્રેસની નિવેદનબાજીથી કાશ્મીરમાં ભારતીય સેનાના જવાનોના બલિદાન અને બહાદુરીનું અપમાન થઇ રહ્યું છે. અમે સત્તામાં રહીએ કે ન રહીએ દેશને બરબાદ થવા દઇશું નહીં. દિલ્હીમાંથી ૧ રૂપિયા અપાશે તો ગરીબો સુધી એ પુરેપુરો એટલે કે ૧૦૦ પૈસા જ પહોચશે.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી.ચિદમ્બરમ ગયત શનિવારે રાજકોટ ખાતે આવ્યા ત્યારે પત્રકારોના એક સવાલના જવાબમાં તેમણે ભારત હસ્તકના જમ્મુ-કાશ્મીર પ્રાંતને સંપૂર્ણ સ્વાયત્તતા આપવાની તરફેણ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પણ કહ્યું હતું કે ચિદમ્બરમનું નિવેન ભારતીય સેનાની બહાદુરી અને સર્જીકલ સ્ટ્રાઇક પર કોંગ્રેસનો વરવો દ્રષ્ટિકોપ રજુ કરે છે. તેમને દેશના જવાનોની શહીદીની પડી જ નથી. સૈનિકોના બલિદાન પર રાજકારણ રમતા કે શહીદોની ચિતા પર રાજકીય રોટલા શેકતા લોકો દેશના કલ્યાણમાં યોગદાન આપી શકે ખરાં ?
આ સિવાય વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ શાબ્દિક હલ્લા બોલ જારી રાખ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કેલાગે છે કે કોંગ્રેસ સુધરવા જ માગતો નથી કેમ કે હારથી લોકો પદાર્થપાઠ શીખે છે. પરંતુ કોંગ્રેસનું અભિમાન સાતમા આસમાન પર છે. પાડોશી દેશ ચીન ડોકલામ વિવાદમાં પણ કોંગ્રેસે જુઠ્ઠાણા ચલાવ્યો છે.
રાજકીય વિશ્ર્લેષકો ચિદમ્બરમના નિવેદનને ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચુંટણી માટે મુખ્ય હરીફ પક્ષ બી.જે.પી. માટે ફાયદાકારક ગણાવે છે. તો કોઇ આને કોંગ્રેસનો રાજકીય આપઘાત ગણાવે છે. કોઇ અન્ય એક રાજકીય વિશ્ર્લેષકે આને ચિદમ્બરમની બીજેપીને ગીફટ ગણાવી છે. કેમ કે ગુજરાતમાં આગામી તારીખ ૯ અને ૧૪ ડીસેમ્બરે વિધાનસભાની ચુંટણી છે. ત્યારે જ ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતના હબ ગણાતા રાજકોટ શહેરમાં જાહેરમાં કાશ્મીરની સ્વાયતતાની વાત કરીને કોંગ્રેસના દિગ્ગજ નેતા પી. ચિદમ્બરમે કોંગ્રેસ માટે આ બૈલ મુજે માર જે પરિસ્થિતિ પેદા કરી છે.
સામા પક્ષે ચિદમ્બરમે કહ્યું કે, પી.એમ.મોદી ભૂતની કલ્પના કરી તેના પર શાબ્દિક હુમલા કરી રહ્યા છે. મને લાગે છે કે જમ્મુ-કાશ્મીર પર મને પૂછાયેલા સવાલનો આખો જવાબ વડાપ્રધાને વાચ્યો જ નથી.
તો જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહએ કહ્યું કે અગર કાશ્મીરની સ્વાયત્તતાની વાત કરવી તે દેશ વિરોધી કૃત્ય છે તો હારૂ હું દેશવિરોધી છું.