વેરીસીલા જોસ્ટર વાયરસને કારણ દરેકને એક વખત તો ઓળી – અછબડા થાય છે. પણ શું બીજી વખત કોઇને ચિકનપોકસ થાય છે ખરી..? ચિકપોકસ ચેપી રોગ છે. જે ઝડપી શરીરમાં ફેલાઇ જાય છે. માટે જો કોઇને ચિકનપોકસ થયું હોય તેની પાસે બેસી રહેવાથી અથવા તેણે પીધેલા પીણાના વાસણનો ઉપયોગ કરવાથી ચેપ લાગવાની શકયતાઓ છે. ચિકનપોકસ મટી ગયાના બે દિવસ બાદના સમય સુધી પણ ચેપ લાગી શકે છે. જો તમને કયારેય ચિકનપોકસ ન થયું હોય તો ચેપ લાગવાથી પુરી શકયતાઓ છે કે તમને પણ અછબડા થાય. એવામાં ડોકટરનો સંપર્ક કરી રસી લેવું જરૂરી છે. પણ એક વાત તમને જણાવી દઇએ કે કોઇને પણ બીજી વખત ચિકનપોકસ થતું નથી પણ વાયરસને કારણે હોય અને બિમારી થઇ શકે છે.dad44925ac639686ec435c5585975e48 જો આ વાયરસ શરીરમાં રહી જાય તો તે રોગપ્રતીકારક શકિત પર અસર કરે છે. જો કોઇ મહીલા પ્રેગનેન્ટ હોય અને તેને ચિકનપોકસ હજુ સુધી ન થયા હોય તો વેકસીન લગાવવું જરૂરી છે. જો કે બની શકે કે કોઇને જીવનભરમાં કયારેય ચિકનપોકસ ન પણ થાય. જરૂરી નથી કે બધાને એક વખત તો અછબડા થાય જ કારણ કે શકયતાઓ છે કે શરીરમાં પહેલાથી  એન્ટીબોડીઝ તૈયાર થયા હોય તો તેને કારણે ચિકનપોકસ થતા નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.