કફ, તાવ, ઉધરસના કારણે પણ છાતીમાં દુ:ખાવો હોઈ શકે છે દરેક દુ:ખાવા હાર્ટએટેક હોતા નથી
છાતીને દુ:ખાવો એ બધા માટે ખૂબજ ગંભીર સમસ્યા છે. ખાસ કરીને ઘણી બધી વાર તે છાતીનો દુ:ખાવો હાર્ટએટેક સાથે સંકળાયેલ હેય છે. દરેક વાર જયારે છાતીમાં દુ:ખાવાનો અનુભવ કરીએ છીએ ત્યારે એક હાર્ટએટેકનો ડર મનમાં લાગ્યા કરે છે. પરંતુ આવું દરેક વખતે હોતુ નથી. ઘણા બધા બીજા કારણો પણ હોય છે. કે શા માટે આવું બને છે?
જયારે આપણે છાતીની બળતરનો અનુભવ કરીએ છીએ ત્યારે તેની પાછળનું કારણ પેટમાં રહેલો ગેસ છે. એસીડીટી પણ હોય છે. છાતીમા રહેલી નળી પેટ અને અન્નનળી ને જોડે છે આથી ગેસનું પાછુ વળવું એ છાતીનાં માર્ગમાંથી વળે છે. આથી છાતીમાં ઉતેજના થવાથી બળતરા થાય છે કે જેનું હાર્ટ એટેક સાથે કાંઈ પણ જોડાણ નથી.
આ ઉપરાંત ગ્રેસ્ટ્રોસ્પોસ્પાજીઅલ રેફલુક્ષ ડીઝીસ એટલે કે જીઈઆરડી નામના રોગો પણ છાતીમાં દુ:ખાવો કરે છે. જેમાં લોહીનો અતી ભરાવો, અસ્થમાં કે નાકબંધ થવું જેવા રોગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ખુબજ વધુ પડતા વજનદાર વ્યકિતઓને આ દુ:ખાવો જોવા મળે છે. પરંતુ જો તેઓ વધુ વજનદાર વસ્તુઓ ઉપાડતા હોય તો આ વારંવાર થાય છે. કારણ કે સામાન્ય રીતે તેમની છાતીનાં માસપીંડ પર સોજો આવી જતો હોય છે.
વધુમાં કોરોનરી અર્ટરી ડીઝીસ સી.એ.ડી કે જે ફકત હાર્ટ એટેક સાથે જોડાયેલું છે. પરંતુ હાર્ટ એટેક નથી સીએડી હૃદયમાં રહેલી નળીને અવરોધે છે. અથવા હૃદયની માસપેસીઓમાં લોહી અને ઓકસીજનના પ્રવાહને ઘટાડે છે. આથી એન્જીનામાં દુ:ખાવો પેદા કરે છે. તે એક હૃદય રોગ છે. પરંતુ કાયમી પણે હૃદયને નકારાત્મક અસર પહોચાડતુ નથી. તેમ છતા ડોકટરને બતાવી આ અંગે જ‚રી સલાહ સૂચનો મેળવવા જોઈએ.
હવે આપણે જો વાત કરીએ ફેફસાના રોગ અંગેતો તે લોહી ગંઠામાંથી ધમનીમાં તેનુ અભીસરણ અટકાવે છે. આ બીમારી કોષના સોજાથી થાય છે. જેથી શ્ર્વાસોશ્ર્વાસની પ્રક્રિયામાં મુશ્કેલી સર્જાય છે. આ બીમારી કફ, તાવ, ઉધરસના કારણે થાય છે. હૃદયને લગતા છાતીનાં દુખાવાથી ગળું, હાથ અને શરીર અકળાય જાય છે. છાતીનાં દુ:ખાવાને અણદેખુ ન કરવું તેમજ યોગ્ય સમયે ડોકટરની સલાહ લેવી જોઈએ આમ વિવિધ પ્રકારનાં છાતીનાંદુ:ખાવા હાર્ટએટેક હોતા નથી