બાઇકની વાત આવે એટલે આપણને એક વિચાર પેલા આવે કે તે રસ્તા પર ચાલતું હશે. પરંતુ જો તમને એવું કહેવામાં આવે કે એક બાઈક છે જે રસ્તા પર ચાલતી જ નથી પણ હવામાં ઉડે છે. તો તમે પણ હેરાન થઈ શકો છો. પરંતુ હેરાન થવાની જરૂર નથી. કારણ કે આ બાઈક એવી છે કે જ્યારે તે ચાલે છે ત્યારે લોકો તેને જોતા જ રહી જાય છે.
Dodge Tomahawk દુનિયાની સૌથી પાવરફુલ સુપરબાઈક છે. આ સુપરબાઈકની ટોપ સ્પીડ 672 કિલોમીટર પ્રતિ કલાક છે. દુનિયામાં આનાથી વધારે સ્પીડની સુપરબાઈક બીજી બની નથી. Dodge Tomahawk બાઈકને 14 વર્ષ પહેલા નોન-સ્ટ્રીટ લીગલ કોન્સેપ્ટના ફોર્મમાં લોન્ચ કરવામાં આવી હતી. આ બાઈકની કિંમત 35 કરોડ રૂપિયાથી પણ વધારે છે.
Dodge Tomahawk સુપરબાઈકને 2003માં નોર્થ અમેરિકાએ ઇન્ટરનેશનલ ઓટો શોમાં પ્રદર્શિત કરી હતી. આ બાઇકની ડિઝાઈન અને સ્પીડએ લોકોને ખુબ જ આકર્ષિત કરી હતી. આ બાઈકમાં 10 લાર્જ કૈપેસિટીનું એન્જીન લગાવવામાં આવ્યું છે. દુનિયામાં માત્ર 9 લોકોએ જ Dodge Tomahawk બાઈકને ખરીદ્યું છે.
આ બાઇક 1.5 સેકેન્ડમાં જ પકડે છે 0-60 કિલોમીટરની સ્પીડ. Dodge Tomahawk સુપરબાઈક માત્ર 1.5 સેકેન્ડમાં 0થી 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. જેમાં 8.3 લીટર V-10 SRT VIPER એન્જીન લાગેલું છે. આ સુપરબાઈકનું એન્જીન મેક્સિમમ 500HPનો પાવર પ્રોડ્યુઝ કરી શકે છે. Dodge Tomahawkમાં 4 વ્હીલ છે, Dodge Tomahawk સુપરબાઈક 712Nm અને 4200rpm ટોર્ક જનરેટ કરી શકે છે.