બી.એસ.એફ. વડા રાકેશ અસ્થાનાની મુલાકાત બાદ બનેલી ઘટના
કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી બિનવારસુ ચરસના પેકેટ મળવાનો સીલસીલો બંધ રહ્યો હતો, જો કે સીમા સુરક્ષા દળના ડીજી રાકેશ અસ્થાનાએ કચ્છ સરહદ અને ક્રીક વિસ્તારની મુલાકાત બાદ જ લક્કી પાસે આવેલા કુનડી બેટમાં ચેરીયાના કાદવમાંથી એક પેકેટ મળી આવ્યું હતું. કાફલામાં રહેલી સુરક્ષા એજન્સી દોડધામમાં મચી ગઇ હતી. બીનવાસરુ ચરસ સુરક્ષા એજન્સીઓનો કેડો જલ્દી નહીં મુકે તેમ ગઇકાલે લક્કી પાસે આવેલા કુનડી બેટ પાસેની ચેરીયાના કાદવમાં બિનવારસુ એક ચરસનો પેકેટ મળતા દોડાદોડ જોવા મળી હતી. ચરસનો પેકેટ મળ્યું તેના થોડાક કલાક પૂર્વે જ સીમા સુરક્ષા દળના ડીજી રાકેશ અસ્થાના આ વિસ્તારની મુલાકાત લીધી હતી, તેમના કાફલામાં કોટેશ્વર રહેલા અધિકારીઓ પણ તપાસમાં જોતરાઇ ગયા હતા. સંભવત: મોડી સાંજે નારાયણ સરોવર પોલીસને વધુ તપાસ માટે ચરસનું એક પેકેટ સુપરત કરવામાં આવ્યું હતું. તમામ એજન્સીઓને શંકા હતી કે, બીએસએફના ડીજીની વિઝિટના દિવસોમાં ચરસ ન મળે પણ તેમની વિઝિટના દિવસે જ ચરસ મળી આવતા રીતસરની ભાગમભાગ જોવા મળી હતી. બિનવારસુ જથ્થો હજુ કેટલા દિવસ મળશે તેનો અંત કયારે આવશે