કોરોનાના દર્દીએ વરજાંગજાળીયા ગામે પ્રસંગમાં હાજરી આપતા ચકચાર: ૬૦ લોકોને કવોરન્ટાઈન કરાયા

ઉપલેટામાં છેલ્લા બે દિવસમાં સાત કેસ નોંધાતા આરોગ્ય વિભાગ ચોકી ઉઠયું હતું. જયારે ધોરાજીના સંક્રમણ દર્દીએ તાલુકાના વરજાંગજાળીયા ગામે એક પ્રસંગમાં હાજરી આપતા ભારે ચકચાર મચી જવા પામી હતી. સ્વામીનારાયણ સોસાયટીમાં રહેતા અને જુનાગઢ સંક્રમણ દર્દીના સંપર્કમાં આવેલા દિનેશભાઈ પરમાર (ઉ.વ.૫૨) તેમના પત્ની જયોત્સનાબેન દિનેશભાઈ પરમાર (ઉ.વ.૪૮) તેમની પુત્રી ઉવર્શી દિનેશ પરમાર (ઉ.વ.૨૧) તેમજ પુત્ર ભાર્ગવ દિનેશ પરમાર (ઉ.વ.૧૩) રીપોર્ટ પોઝીટીવ આવેલ હતા. જયારે શહેરમાં બે દિવસ પહેલા કોરોના દર્દીનાં સંપર્કમાં આવેલા વાલ્મિકી વાસનાં સાવન જેઠવા (ઉ.વ.૧૨) પણ ગઈકાલે રીપોર્ટ પોઝીટીવ આવેલ હતો. જયારે નગીના સોસાયટીમાં મકકા મસ્જીદ પાસે રહેતા યાકુબ હાજીભાઈ દેરેજા (ઉ.વ.૬૦) પણ ટ્રાવેલિંગ હિસ્ટ્રીને કારણે કોરોના પોઝીટીવ આવતા તમામ સાત લોકોને રાજકોટ સિવિલમાં મોકલી આપવામાં આવેલ હતા જયારે પાનેલીના ગામમાં મુંબઈથી ભાઈના ઘરે આંટો મારવા આવેલ હર્ષ દિપકભાઈને પોઝીટીવ આવેલ હતો. જયારે બાજુના ધોરાજી ગામે બે દિવસમાં ૨૬ લોકો સંક્રમણમાં આવતા તેમાંથી એક વ્યકિત વરજાંગજાળીયા ગામે યોજાયેલ લાડવાના જમણવારમાં આવતા આરોગ્ય વિભાગ દ્વારા વરજાંગ જાળીયા ગામના ૬૦ જેટલા લોકોને હોમ કવોરન્ટાઈન કરી દેવામાં આવ્યા હતા. શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૧૭ જેટલા કેસો નોંધાવા પામ્યા છે.

કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગનાં ડો.હેપી પટેલ, મામલતદાર જી.એમ.મહાવદીયા, પીએસઆઈ વી.એમ.લગારીયા, ચીફ ઓફિસર, આર.સી.દવે સહિતનો સ્ટાફ કામે લાગી ગયો હતો. તમામ વિસ્તારમાં સેનેટાઈઝર કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.