ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાની સફળ રજુઆત;મોરબીની જૂની સોસાયટીઓને દિવાળી ભેટ આપતી રાજ્ય સરકાર

મોરબીની આઠ સોસાયટીઓના ૩૭ વર્ષ જુના દસ્તાવેજ પ્રશ્ને ચાલતી લડતમાં દસ્તાવેજ અધિકાર મંચનો વિજય થયો છે,ગુજરાત સરકારે રજુઆતોનો ધ્યાને લઇ ૧૮ ઓક્ટોબરે ખાસ હુકમ કરી તમામ સોસાયટીના રહીશોને પ્રીમિયમ વસુલ્યા વગર દસ્તાવેજ કરી આપવા હુકમ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં મચ્છુ હોનારત બાદ સરકારી જમીન ફળવતા આ જમીન ઉપર સેવાભાવી સંસ્થાઓએ મકાન બનાવી આપ્યા હતા જેના દસ્તાવેજ કરી આપવામાં સરકારી તંત્ર આટલા વર્ષો બાદ નવી જંત્રી મુજબ નાણાં ભરપાઈ કરવાનું દબાણ કરી દસ્તાવેજ ના નામે લોલીપપ આપતું હોવાથી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આ વર્ષો જૂનો પ્રશ્ન હાથ ઉપર લેવાયો હતો અને મોરબીમાં રેલી યોજવાથી લઈ ગાંધીનગર સુધી રજૂઆતો કરાતા અંતે સોસાયટીવાસીઓને કોઈ પણ જાતનું પ્રીમિયમ વસુલ્યા વગર સરકારે જમીન જૂની શરતમાં ફેરવી દેવા હુકમ કર્યો છે. વધુમા મોરબી નઞરપાલિકા વોડે નં ૩  મા આવતા રોટરી નઞર,રીલીફ નઞર અરુણોદયનઞર,ન્યુ રીલીફ નઞર,જનકલ્યાણનઞર, રામકૂષ્ણનઞર,વધેમાન અને અનંતનગર સોસાયટીના વરસો જુના દસ્તાવેજ મુદ્દે ગઈકાલે ગ્રાહક સુરક્ષા મંડળના નેજા હેઠળ મિટિંગ માળી હતી જેમાં સેંકડોની સંખ્યામાં દસ્તાવેજ ન ધરાવતા રહીશોએ દસ્તાવેજ અધિકાર મંચની રચના કરી હતી. દસ્તાવેજ અધિકાર મંચની રચના બાદ  વિશાળ રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ગાંધીનગર ખાતે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમાં લાલજીભાઈ મહેતા અને મહેશભાઈ રાજ્યગુરુ સાહિતનાઓએ રજુઆત કરી હતી.

જે ને પગલે રાજ્ય સરકારે મોરબીની સોસાયટીઓના દસ્તાવેજ પ્રશ્ને ૩૭ વર્ષ જુના પ્રશ્નનો ગંભીર વિચારણા કરી ખાસ પરિપત્ર કરી તા.૧૮ઓક્ટોબરને રોજ હુકમ કરી કોઈપણ જાતના પ્રીમિયમ વસુલ્યા વગર જમીન જુનીશરતમાં ફેરવી આપવા હુકમ કર્યો હતો. આમ મોરબીવાસીઓના ૩૭ વર્ષ જુના પ્રશ્ને લોક જાગૃતિથી લડત ચલાવતા સરકારે હકારાત્મક અભિગમ અપનાવી પ્રશ્ન ઉકેલ્યો છે અને મોરબીના લોકોની જીત થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.