૨ માસમાં રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી થકી ૧૨૭૧ કરોડની કમાણી
કોઈ પણ દેશ અને રાજ્યોની આવક બમણી ત્યારે જ થાઈ જ્યારે રીયલ એસ્ટેટ ક્ષેત્રે પુર ઝડપે વિકાસ કરતું હોય. હાલના કોવિડ સમયમાં રિયલ એસ્ટેટની આવકને ઘણી માઠી અસરનો સામનો કરવો પડ્યો છે, પણ હાલ જે રીતે દેશની અર્થવ્યવસ્થા સુધરી રહી છે તેને ધ્યાને લઇ ઘણી ઘણી તકલીફ નો હલ આવ્યો છે. આર્થિક સ્થિથી માં સુધારો થતા ગુજરાત રાજ્યના રિયલ એસ્ટેટને પણ અનેક અંશે ફાયદો પહોંચ્યો છે.
ક્ષેત્રને વેગવંતુ બનાવવા માટે સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટીમાં જે રાહતો બિલ્ડરોને આપી છે તેનાથી રાજ્યની તિજોરી પણ છલકવા માંડી છે. આંકડાકીય માહિતી મુજબ ચાલુ વર્ષના સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં રાજ્ય ની સ્ટેમ્પ ડ્યુટી માટે ૧૨૭૧ કરોડની આવક થઈ છે જે ગત વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં ૧૧૮૭ કરોડ રહેવા પામી હતી. નવરાત્રી માસ બાદ જે ઉછાળો રિયલ એસ્ટેટ ક્ષેત્રે જોવા મળ્યો છે તેનાથી એ વાત સ્પષ્ટ થાઈ છે કે સરકારની દિવાળી પણ સુધરશે.
નવરાત્રી દરમીયાન દસ્તાવેજોની નોંધણી પુર ઝડપે વધી હતી જે દિવાળી દરમિયાન વધશે તેવું પણ હાલ માનવામાં આવી રહ્યું છે. સરકારએ રિયલ એસ્ટેટ ક્ષેત્રે અનેક વિધ વિકાસ લક્ષી નિર્ણયો લીધા છે, જેનાથી ક્ષેત્રને ઘણો ફાયદો પણ પહોંચ્યો છે. તજજ્ઞોનું માનવું છે કે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષના અંતે આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.
સરકાર દ્વારા સ્ટેમ્પડ્યુટીમાં જે ૨ ટકા નો ઘટાડો કર્યો છે તેના ભાગ રૂપે આગામી માર્ચ ૨૦૨૧ સુધી રિયલ એસ્ટેટ ક્ષેત્રના પ્રોજેક્ટના વેચાણમાં ઘણો ફાયદો પહોંચશે જે રાજ્ય સરકારની આવક વધારવા અત્યંત કારગત નીવડશે. આંકડાકીય માહિતી અનુસાર એપ્રિલ થી ઓગસ્ટ માસ દરમિયાન સરકારને સ્ટેમ્પડ્યુટીની આવકમાં સહેજ પણ વધારો નોંધાયો નહતો પરંતુ સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં આવક વધતા આશા સેવવામાં આવી રહી છે કે આવનારા સમયમાં પણ આવકમાં નોંધપાત્ર વધારો નોંધાશે જે રાજ્ય સરકાર માટે અત્યંત ફાયદારૂપ નીવડશે.