વેચાણ કરાર મુજબ અધુરૂ ચુકવણાના કારણે દસ્તાવેજ રદ કરવો માટે બંધન કરતા નથી : સુપ્રિમ કોર્ટનો મહત્વનો ચુકાદો
મિલકત લે-વેચના સોદા સમયે થયેલી શરતના પાલન માટે થતા કરાર મુજબ પેમેન્ટ ન થયા તેવા સંજોગોમાં કોર્ટમાં દાદ માગવામાં આવે ત્યારે કરાર પાલન મુજબ વ્યવહાર ન હોવાથી દસ્તાવેજ રદ ગણવાની માગ થાય છે. ત્યારે આવા એક દાવામાં સુપ્રિમ કોર્ટે અધુરૂ પેમેન્ટના કારણે દસ્તાવેજ ન ગણી શકાય તેવો મહત્વનો હુકમ કર્યો છે.
મિલકત વેચાણ બાબતે થયેલા કરાર મુજબ પેમેન્ટ ન થતા અધુરા પેમેન્ટના કારણે કરાર પાલનમાં ચુક કર્યાનો આક્ષેપ કરી મિલકતનો દસ્તાવેજ રદ કરવા બાબતે સુપ્રિમ કોર્ટની ડિવિઝન બેન્ચના જસ્ટીશ એલ.નાગેશ્ર્વરા રાવ અને જસ્ટીશ ઇન્દુ મલ્હોતરા દ્વારા થયેલી સુનાવણીમાં વિસ્તૃત અને મહત્વનો ચુકાદો આપી આવા સંજોગોમાં દસ્તાવેજ રદ ન થઇ શકે તેવું ઠરાવ્યું છે.
જમીન અને ફલેટ જેવી મિલકતના સોદા સમયે થયેલી સમજુતી અંગે લેખિતમાં કરાર કરી લેનાર અને વેચનાર બંધન કરતા હોવાનું પરસ પર સ્વીકારવામાં આવે છે અને બંને પક્ષને લેખિત થયેલી તમામ શરતો બંધન કરતા હોવાનું સ્વીકારી પાલન કરવા સહમત થતા હોય છે. આમ છતાં સમય અને સંજોગોના કારણે કરાર થયા મુજબની શરતનું પાલન કરવામાં ચુક થતી હોય ત્યારે દસ્તાવ જ લખી આપનાર કરાર પાલન માટેનો અદાલતમાં દાવો દાખલ કરી પોતાને મળેલી લેખિતમાં ખાતરી મુજબ દસ્તાવેજ રદ કરવા માગ કરે છે.
પરંતુ આવા સંજોગોમાં મિલકત લેનાર શા માટે નક્કી થયા મુજબનું પેમેન્ટ કરી શકતો નથી તે અંગે વિચારવું જરૂ રી બને છે અને મિલકત ખરીદી માટે તેને ચુકવણું કર્યુ છે પરંતુ સમય મર્યાદામાં પુરતું ચુકવણું ન થતા અધુરા પેમેન્ટના કારણે દસ્તાવેજ રદ ન કરવા માટે બચાવ થતો હોય છે.
આવા જ એક કેસની સુપ્રિમ કોર્ટની ડિવિઝન બેન્ચમાં નીકળેલી સુનાવણીમાં જસ્ટીશ એલ.નાગેશ્ર્વરા રાવ અને ઇન્દુ મલ્હોત્રાએ મિલકતનો દસ્તાવેજ રદ કરવો અયોગ્ય ઠરાવી છે. મિલકત ખરીદ-વેચાણ સમયે ભાવ નક્કી થયો હોય અને તેનું જો ચુકવણું ન થાય જેની સામે જરૂરી દસ્તાવેજો આપવામાં આવ્યા હોય તો વેચાણ પણ શકય બની શકે છે. અને તેનું ટાઇલ ટ્રાન્સફરીને સોપવામાં આવે છે.
નિરધારિત રકમનું ચુકવણું જો પુર્ણ ન થયું હોય તો વેચાણ કરવા માટેના સમય મર્યાદામાં કોઇ પણ પ્રકારનો ફેર બદલ થતો નથી અને તેની મર્યાદામાં કોઇ બદલાવ આપતો નથી કોઇ પણ મિલકતનું ટાઇટલ આપી દેવામાં આવ્યું હોય અને તેની સામે જ્યારે વેચાણ કિમંતની ભરપાઇ ન થઇ હોય છતાં પણ વેચાણને રદ કરી શકાતું નથી તેમ સુપ્રિમ કોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા ઠરાવવામાં આવ્યું છે.