ગુજરાતમાં ફરી એકવાર ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. સુરત સિવિલ હોસ્પિટલના ડોકટરો હડતાળ પર ઉતર્યા છે,ત્યારે ગૂજરાતની બાકીની 5 મેડિકલ કોલેજ ના રેસિડેન્ટ ડોક્ટર પણ હડતાળ પર છે. ડોકટરોની માંગ ૨૦૧૭ અને ૨૦૧૮ ની બેચ ને કોવિડ ની સેવા કરવા બદલ બોન્ડ સેવા માં રાહત આપવામાં આવેલી છે,એજ રીતે ૨૦૧૯ ની બેચ ને પણ જેમને પોતાની રેસીડેન્સી ના ૩૬ માસ માંથી ૧૭ માસ કોવિડ ની સેવા માં આપ્યા એમને આ સેવાનો લાભ મળવો જોઈએ તેવી માંગ
તેમની માંગ લઈને આ ડોકટરો એ હેલ્થ મિનિસ્ટર, હેલ્થ કમિશનર, કૉલેજ ના ડિન અને મેડિકલ સુપરિટેન્ડેન્ટ સમક્ષ વારંવાર રજુઆત કરી છે.છતાં તેમને હકારાત્મક જવાબ ના મળતા સવારે ૧૧ વાગ્યા થી રેસીડેન્સ ડોકટર પોતાની ફરજ થી દૂર રહી વિરોધ કર્યો
મળતી માહિતી અનુસાર આજથી ગુજરાતની ૬ સરકારી મેડીકલ કોલેજ ના MD અને MS ના ૨૦૧૯ ની બેચ ના ૧૦૦૦ થી વધુ તબીબી ડોક્ટર સિનિયર રેસીડેન્સી વિરોધ નોંધાવ્યો.બોન્ડ ની સેવા ને એક ગણવા માટે વારંવાર ઉચ્ચ અધિકારીઓ ની સમક્ષ રજૂઆત કરવા છતાં, હકારાત્મક વલણ ના મળતા ડોકટરો હડતાળ પર.અને જો તેમની માંગ નહીં સ્વીકારવામાં આવે તો તેમના દ્વારા આંદોલન કરવામાં આવશે.