PM-JAY યોજનામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અને કેશોદની સાંગાણી હોસ્પિટલના તબીબોને મંત્રીના હસ્તે સન્માનિત કરાયા
જૂનાગઢ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ૭૩માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિતે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અને કેશોદની સાંગાણી હોસ્પિટલના તબીબોને વાહન વ્યવહાર મંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભારત સરકારની આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અને કેશોદની સાંગાણી હોસ્પિટલ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરી લોકોને આરોગ્યની સારવાર આપી છે.
PM-JAY યોજનામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.સુશીલ કુમાર અને કેશોદની સાંગાણી હોસ્પિટલના ડો.અજય સાંગાણીને ૭૩માં પ્રજાસત્તાક પર્વ નિમિતે મંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.