સૌરાષ્ટ્રના ૬૦૦૦થી વધુ ડોકટરો હડતાલ પર
પશ્ચિમ બંગાળ અને ડોકટરોના સર્મનમાં આજે દેશભરમાં ડોકટરોએ સજ્જડ હડતાલ પાડી છે. જેમાં ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કુલ ૬૦૦૦થી વધુ ડોકટરો આજે હડતાલ ઉપર ઉતરી ગયા છે. ઈન્ડિયન મેડિકલ એસોસીએશનએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં ડોકટરો પરના હુમલાના વિરોધમાં ઈમરજન્સી સીવાયની બાકીની તમામ આરોગ્ય સેવા આજે બંધ રહેશે. જેમાં ઓપીડીનો પણ સમાવેશ થાય છે. આ તમામ સેવાઓ આજે સવારે ૬ વાગ્યાી આવતીકાલના સવારે છ વાગ્યા સુધી એટલે કે ૨૪ કલાક સુધી બંધ રહેશે. દેશભરના ડોકટરો પર તાં હુમલા રાકવા મજબૂત કાયદો બનાવવા તબીબો દ્વારા માંગ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં દર્દીના મૃત્યુના કારણે યેલા હોબાળા બાદ તબીબો પર ટોળાએ કરેલા હુમલાના વિરોધમાં ઈન્ડિયન મેડિકલ એસો. દ્વારા આજે રાષ્ટ્ર વ્યાપી હડતાલ પાડવામાં આવી છે. આ હડતાલના પગલે ઈમરજન્સી સેવાઓ પર કોઈપણ જાતની અસર નહીં થાય. રાજકોટમાં તબીબોની હડતાલના પગલે શહેરમાં મોટાભાગના ખાનગી દવાખાનાઓ સવારી બંધ જોવા મળ્યા હતા. જો કે ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવાની હોય તેવા કિસ્સાઓમાં દર્દીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટેની ખાસ વ્યવસ કરવામાં આવી છે. હડતાલના પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઓપીડી સેવાઓ પણ ૨૪ કલાક માટે બંધ રહી હતી.
ઈન્ડિયન મેડિકલ એસો. દ્વારા આજે દેશવ્યાપી હડતાલ જાહેર કરાઈ છે. આઈએમએ હોસ્પિટલમાં ડોકટર સામે નારી હિંસા માટે કાયદો બનાવવાની માંગણી કરવામાં આવી છે. આ કાયદાનું ઉલ્લંઘન કરનાર લોકોને ઓછામાં ઓછા સાત વર્ષની સજાનો કાયદો હોવો જોઈએ. આ ઉપરાંત અન્ય માંગોમાં હોસ્પિટલની અંદર સશ પોલીસ જવાનો તૈનાત કરવા તેમજ બંગાળમાં યેલ તબીબ પર હુમલાને લઈ પોલીસની નિષ્ક્રીયતાની તપાસ વી, ડોકટર પર હુમલો કરનાર સામે કાયદેસરની કાર્યવાહી વી જોઈએ, જૂનીયર ડોકટર અને મેડિકલના વિર્દ્યાીઓ પર લગાવવામાં આવેલા ખોટા આરોપો પરત લેવાની માંગ કરાઈ છે અને ખાસ તો સમગ્ર દેશભરમાં આવા કોઈપણ જાતની બનાવ ન બને તે માટે એક ખાસ કાયદો લાગુ પાડવા દેશભરના ડોકટરોની માંગ ઉઠી છે. તેને લઈ આજે દેશભરમાં તબીબો દ્વારા હડતાલ પાડવામાં આવી છે.