દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણનો ભય ફેલાયેલો છે જયારે ‘સ્વ’ની ચિંતા કર્યા વગર તબીબો દર્દીનારાયણની સેવામાં સતત કાર્યરત
વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો રોકવા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનની આ સ્થિતિમાં જીવનજરૂરી સિવાયના તમામ ધંધા વ્યવસાયો બંધ છે ત્યારે મેડીકલ ઈમરજન્સી જેવી આ સ્થિતિમાં તમામ મેડીકલ ક્ષેત્રનાં તમામ ડોકટરો ખડેપગે કાર્યરત છે. જોકે, એકસ્થળે વધારે દર્દીઓ એકઠા થવાથી કોરોના વયરસ ફેલાવવાની સંભાવના વધી જતી હોય ઈમરજન્સી સિવાય રૂટીન ઓપીડી બંધ રાખવા ડોકટરોને સુચના આપી છે. જેથી તમામ ક્ષેત્રનાં ડોકટરો આવી કોરોનાની મહામારીની વિકટ પરિસ્થિતિમાં ‘સ્વ’ની ચિંતા કર્યા વગર દર્દીનારાયણની ઈમરજન્સી સેવા માટે સતત કાર્યરત છે.
કોઈપણ દર્દીની ક્રિટીકલ કંડીશનમાં આખણી સારવાર કરતા ક્રિટીકલ કેર નિષ્ણાંત ડોકટરો તો ૨૪ કલાક અતિ ગંભીર દર્દીઓની સારવાર માટે સતત કાર્યરત હોય જ છે.પરંતુ, કોરોના વાયરસના પ્રાથમિક લક્ષણો તાવ, શરદી, ઉધરસ વગેરે ફીઝીશીયન ડોકટરને લગતા હોય છે. જેથી કોરોનાના દર્દીઓ પણ પ્રાથમિક તબકકે ફીઝીશીયન ડોકટરો પાસે સારવાર માટે આવતા હોય છે. આવી સ્થિતિમાં ફીઝીશીયન ડોકટરોની જવાબદારી વધી જવા પામી છે. ઉપરાંત ડાયાબીટીસ, થાયરોઈડ જેવા લાંબા ગાળાના દર્દોથી પીડાતા દર્દીઓની રોગપ્રતિકારક શકિત ઓછી હોય તેમને કોરોના લાગવાની સંભાવના વધી જવા પામી છે. આવી સ્થિતિમાં એન્ડોક્રાઈનોલોજીસ્ટ ડોકટરોની કામગીરી પણ અતિ મહત્વની બની જવા પામી છે.
ડાયાબીટીસના દર્દીઓએ ડર્યા વગર નિયમિત દવા અને ડાયેટ ચાલુ રાખવા જોઈએ: ડો.નિલેશ દેત્રોજા
સૌરાષ્ટ્ર-કચ્છનાં સૌપ્રથમ એન્ડોક્રાઈનોલોજીસ્ટ ડો.નિલેશ દેત્રોજાએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, મારે મોટાભાગે ડાયાબીટીસ અને થાઈરોઈડનાં દર્દીઓ સૌથી વધારે હોય છે. અત્યારની પરિસ્થિતિ ડાયાબીટીસના દર્દીઓએ ધ્યાનમાં એ રાખવાની જરૂર છે કે પોતાનું ડાયાબીટીસને એકદમ કંટ્રોલમાં રાખો અને ઘરમાં રહો. આવા લોકોએ ગભરાવવાની બિલકુલ જરૂર નથી. ડોકટરની જે દવા લેતા હો તેમની સુચના લઈ દવા ચાલુ રાખો. અમે અત્યારે અમારા મોટાભાગનાં દર્દીઓને આવી રીતે ફોન પર જ સુચનો આપીએ છીએ. જે લોકોને રૂબરૂ બોલાવવા પડે તેમ હોય તેવા જ દર્દીઓને અહીં કલિનીક પર બોલાવવામાં આવે છે.
રોજ ૩ કલાક માટે કામ કરીએ છીએ. પેશન્ટનો એક સાથે અહીં ભરાવો ન થાય તે માટે છુટા-છુટા ૧૫-૧૫ મિનિટના અંતરે એપોઈન્ટમેન્ટ આપીને બોલાવીએ છીએ. જેથી કોઈ તકલીફ ઉભી ન થાય. લોકડાઉન ખુલ્લે પછી પણ કાળજી રાખવી એટલી જ જરૂરી છે તે માટે બધાને એક સાથે ન બોલાવી છુટા-છુટા અલગ-અલગ સમયે પેશન્ટને બોલાવવામાં આવશે. લોકડાઉન પૂર્ણ થયા પછી બધા હરે-ફરે એ પોસીબલ નહીં થાય તે માટે સ્થિતિ સામાન્ય થતા મહિના રાહ જોવી પડશે. હાલમાં બઘા ઘરે જ છે ત્યારે ડાયાબીટીસનાં દર્દીઓને ખાસ કહીશ કે તમારા ડાયટ કંટ્રોલમાં કોઈ જાતનો ફેરફાર ન થાય અને નિયમિત જળવાઈ રહે તે ધ્યાન રાખવાનું છે તેમ જણાવીને ડો.દેત્રોજાએ ઉમેર્યું હતું કે, દર્દીઓએ ઘરમાં રહીને યોગા, એરોબીકસ જેવી એકસસાઈઝ કરવી જોઈએ. તમારા શોખ કે આદત પ્રમાણે વાંચન કરી ટીવી જુઓ. બાળકો, ફેમેલી સાથે સમય પસાર કરો. અમને પણ રીલેકશનને સમય મળ્યો છે ત્યારે અમે પણ રીડીંગ વધારીએ છીએ. પેશન્ટો ફોન પર સલાહ આપીએ છીએ. બાકીનો સમય પરિવાર સાથે પસાર કરીએ છીએ.
કોરોના જેવા અજાણ્યા રોગ સામે જીત એ અમારા માટે ચેલેન્જ: ડો.મયંક ઠકકર
રાજકોટની જાણિતી સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ કે જે ગિરીરાજ હોસ્પિટલનાં ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો.મયંક ઠકકરે અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, અત્યારે અમારી કામગીરીમાં બહુ ફર્ક નથી પડયો પરંતુ જવાબદારી વધી છે એવા રોગની સારવાર કરવાની કે જેની સમય હજુ લોકોમાં ઓછી છે. ડોકટરોમાં પણ ઓછી છે. તો એ સમજણ વધારવા માટે દુનિયાભરના ડોકટરો સાથે ટચમાં રહીએ છીએ. તેમની સાથે ચર્ચાઓ કરીએ છીએ. અત્યારે અમે નર્સીંગ-મેડિકલ તથા રિસેપ્શનના સ્ટાફને ટ્રેઈન કર્યા છે. કોઈ દર્દીની સારવાર માટે કોલ આવે તો ઈમરજન્સી હોય કે રેગ્યુલર ફોલોઅપવાળા તેવા પેશન્ટને અમે ફોન પર યોગ્ય માર્ગદર્શન આપીએ છીએ. કોરોનાને લગતી કોઈ તકલીફ ના હોય તો એમને એપોઈન્મેન્ટ આપીને બોલાવીએ છીએ. બે પેશન્ટ વચ્ચે ૧૦ મિનિટનું અંતર રાખીએ છીએ. આ પેસન્ટે અમારી હોસ્પિટલમાં આવે છે ત્યારે સૌપ્રથમ અમારી સ્ટાફ તેમનું કોવિડ રીસ્કટાસ્ક સાથે સ્ક્રિનીંગ કરીએ છીએ જે દર્દી સૌથી ઓછી શકયતા હોય તેમને ઓપીડીમાં મોકલે છે. અહીં આવેલા પેશન્ટોમાં કોઈ પેશન્ટનો કોવિડ રીસ્ક વધારે જણાતો હોય તો તેમને આઈસોલેશન વોર્ડમાં લઈ જઇ ત્યાં તેમની સારવાર કરવામાં આવે છે. જરૂર પડયે સિવિલ તથા ક્રાઈસ્ટ હોસ્પિટલમાં શિફટ કરવાની વ્યવસ્થા કરે છે. અમારી હોસ્પિટલમાં ચાર ડોકટરો છીએ જેમાંથી બે ડોકટર લોકડાઉન ખુલશે ત્યારે ઈન્ડોર વ્યવસ્થામાં રહેશે અને બે ડોકટરો ઓપીડીમાં રહેશે. ઓપીડીનો સમય વધારવાનો પણ અમે પ્લાન કરીએ છીએ. જે ૧૫ દિવસ જેટલો સમય ચલાવીશું કે જેથી અમે પેસન્ટને પોસ્ટપોન્ડ કર્યા છે. તેમને સારવાર આપી શકીએ તેમ ડો.ઠકકરે જણાવીને ઉમેર્યું હતું કે, અમે અત્યારે રેગ્યુલર કલેકટર સાથે મીટીંગ કરીએ છીએ અને સપ્તાહમાં એકથી બે વાર ગાંધીનગર આરોગ્ય
વિભાગ સાથે વિડીયો કોન્ફરન્સથી વાત થતી હોય છે. અત્યારે કેસોની સ્થિતિ જોઈને અલગ-અલગ ગાઈડલાઈન બનતી હોય તેમાં સલાહ આપીએ છીએ. આ સિવાય પી.પી.કીટ, સેનેટાઈઝર, માસ્ક વગેરેનું વ્યાજબી ભાવે ઉત્પાદન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અત્યારે અમને બે પેશન્ટની વચ્ચે ૬ થી ૧૫ મિનિટનો સમય મળે છે ત્યારે અમારા ડોકટર મિત્રો કે જેઓ વિદેશમાં છે. તેમની સાથે વિડીયો કોલ, ચેટ કરીએ છીએ અને તેમના કોરોનાને રોગ અંગેનાં અનુભવો સાંભળતા હોઈએ છીએ જે દ્વારા અમારા જ્ઞાનમાં વધારો કરીએ છીએ. આ જ્ઞાન અમારા ડોકટરો તથા સ્ટાફને આપીએ છીએ.
ક્રિટીકલ દર્દીઓમાં રોગ પ્રતિકારક શકિત ઓછી હોય કોરોનાનો ચેપ લાગવાના ચાન્સ વધારે : ડો.ભાવિન ગોર
રાજકોટની જાણિતી લેન્ડમાર્ક હોસ્પિટલનાં ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો.ભાવિન ગોરે અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, અમારી કામગીરીમાં મુખ્ય ફેરફાર એ છે કે કોઈપણ ન્યુમોનિયાનો કેસ કે જે ફેફસાને અસર કરે છે તેવા કેસો કોરોના છે તેવું ગણીને જ સારવાર કરીએ છીએ. અમારી હોસ્પિટલમાં ફકત ઈમરજન્સી કેસો જ લેવામાં આવે છે. તેમાં પણ શંકાસ્પદ દર્દીઓને અમે રૂટિન દર્દીના કોન્ટેકમાં આવવા દેતા નથી. અમે પણ એવી કાળજી રાખીએ છીએ કે જેમાં અમારાથી પણ દર્દીઓમાં ચેપના ફેલાય રૂટિન ચેકઅપમાં આવતા દર્દીઓને અમે ટેલિફોનિક મેનેજ કરીએ છીએ. અમારે ક્રિટીકલ દર્દીઓમાંથી ૫૦ ટકા ઉપરનાં દર્દીઓની રોગ પ્રતિકારક શકિત ઓછી હોય છે. જો આવા પેશન્ટની સાથે કોરોના ઈન્ફેકશનવાળો કેસ આવે તો બીજા પેશન્ટોને ચેપ લાગવાના ચાન્સીસ પુરેપુરા હોય છે. લોકડાઉન પછી ટેલિફોનિક રીતે એપોઈન્ટમેન્ટ લઈને આવે છે ત્યારે તેમને ચોકકસ સમય આપીને
બોલાવવામાં આવશે. લોકડાઉનમાં અમને જે થોડો ઘણો રીલેકશનનો સમય મળ્યો છે તેમાં અમે નર્સ, ડોકટરોના સ્ટાફને ટ્રેનિંગ આપીએ છીએ. આવા ચેપી રોગમાં પેસેન્ટ અને પોતાની કેર કેવી રીતે કરવી તે શીખવીએ છીએ. છતાં થોડો સમય મળે છે તો અમે થોડુ રીડીંગ કરીએ છીએ. અમારી ફેમેલિને કોરોનાનો એટલો ડર નથી લાગતો કારણકે આ પહેલા પણ આવા ભયંકર ચેપી રોગ સામે અમે કામ કર્યું જ છે. મારા પત્નિ પણ ડોકટર છે તો એ અત્યારનો સમય સારી રીતે સમજી શકે છે.
તાવ, શરદી-ઉધરસના તમામ દર્દીઓને કોરોનાની સંભાવનાથી તપાસીએ છીએ: ડો.રાજેશ તૈલી
રાજકોટના સિનિયર ફીઝીશીયન ડો. રાજેશ તૈલીએ અબતકને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે ફીઝીશીયન તરીકે સામાન્ય રીતે અમે બધી બીમારીની સારવાર કરતા હોય છીએ પરંતુ હાલની લોકડાઉનની સ્થિતિમાં રેગ્યુલર ફોલોઅપ માટે આવતા દર્દીઓને ટેલીફોન કે ઈન્ટરનેટ ના માધ્યમથી માર્ગદર્શન આપીએ છીએ. અને ત્યાં સુધી એ દર્દીઓને બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપીએ છીએ. સરકારે ૭૦ વર્ષના ઈતિહાસમાં લોકડાઉનનો અભૂતપૂર્વ નિર્ણય લીધો છે. કોરોના વાયરસને ફેલાતો રોકવા આ જબરદસ્ત આયોજન કર્યું છે. હવે જનતાએ તેની જવાબદારી સમજવી જરૂરી છે. જે દર્દીને તાવ, શરદી ઉધરસ છે તે દર્દીને કોરોના છે. તેવી ગણતરી સાથેજ તપાસીએ છીએ. સરકારની ગાઈડલાઈન છે. તે મુજબ વધારેને વધારે સસ્પેકટ કરવા અને વધારેને વધારે ટેસ્ટ કરવા તે મુજબ અમો દર્દીને સારવાર પહેલા અમે પૂછતા હોઈએ કે શરદી,તાવ, ઉધરસ હોય તો તરત સિવિલ હોસ્પિટલમાં જાણ કરીએ છીએ. લોકડાઉન પછી દર્દીનો વધારો વધવાની સંભાવના છે.
પરંતુ મારી રાઈઝ પ્રેકટીશ છે. તો એમના ડેટા પ્રમાણે બધા દર્દીઓની પ્રાઈઓરીટી આપી અમારા આસીસ્ટન્ટ ડોકટરોનું સાથે રાખી ઓવરટાઈમ કરીને સારવાર કરશું અત્યારેરામના સમયમાં હું મારા કુટુંબ સાથે સમય વિતાવું છું તથા સંગીત મારો શોખ છે. ત્યારે સંગીત માટે સમય પસાર કરૂ છુ અને આધ્યાત્મિક તથા વૈજ્ઞાનિક પુસ્તકોનું વાંચન કરૂ છું.