ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટીકલ કેર મેડિસીન કોરોના દર્દીઓની વ્હારે આવ્યું
કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વ ચિંતીત બન્યું છે અને દર્દીઓની કંઇ રીતે અને શું સારવાર કરવી તેવો જટીલ પ્રશ્ર્ન બન્યો છે. ત્યારે રાજકોટના કોરોનાના દર્દીઓની વ્હારે ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટીકલ કેર મેડીસીનના ખ્યાત નામ તબીબો કોવિડ હોસ્પિટલમાં નિશુલ્ક સેવા આપવાનું જાહેર કરી માનવતા દાખવી છે. સમગ્ર વિશ્વમાં વધી રહેલા કોરોના વાયરસના સંકટને ધ્યાને રાખી ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટીકલ કેર મેડીસીન એસોઇશન દ્વારા રાજકોટની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સારવાર કરવાનો મહત્વનો અને આવકાર્ય નિર્ણય કર્યો છે.
કોવિડ હોસ્પિચટલમાં સેવા આપવા માટે જીવનદીપ ક્રિટીકલ કેર યુનિટના ડો.તુષાર પટેલ, સાર્થક હોસ્પિટલ અને આઇસીયુના ડો.અમિત પટેલ, ગોકુલ સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલના ડો.તેજશ કરમટા અને ડો.તુષાર બુધવાણી, સ્ટર્લીગ હોસ્પિટલના ડો.સંકલ્પ વણઝાર અને ડો.કૃણાલ દેસાઇ, ગીરીરાજ હોસ્પિટલના ડો.મયંક ઠક્કર અને ડો.વિશાલ સદાતીયા, જીનેશીશ હોસ્પિટલના ડો.અર્ચિત રાઠોડ, મા હોસ્પિટલના ડો.સમીર પ્રજાપતિ, સેલસ હોસ્પિટલના ડો.નરેશ ગરાસરા, વોકહાર્ટ હોસ્પિટલના ડો.ભૂમિ દવે અને ડો.વિમલ દવે, લેન્ડ માર્ક હોસ્પિટલના ડો.ભાવિન ગોર અને ડો.રમેશ માલમ, સીનર્જી હોસ્પિટલના ડો.મિલાપ મશરૂ અને ડો.જીગર પાડલીયા અને મેડી સર્જ હોસ્પિટલના ડો.અમિત વસાણી તેમજ ડો.રિતેશ મારડીયા નિષ્ણાંત તબીબો રાષ્ટ્ર અને માનવ સેવાના યજ્ઞમાં પોતાનું યોગદાન આપવાની તૈયારી બતાવી છે.