દેશભરમાં વધી રહેલા ડોકટરો પરના હુમલાના બનાવોને ધ્યાનમાં લઈ મોદી સરકાર તબીબોને સુરક્ષા પ્રદાન કરવા ટૂંક સમયમાં નવો કાયદો લાવશ
સમાજમાં સૌથી સન્માનપાત્ર તબીબોને ભગવાનનો દરજજો આપવામા આવે છે. અલબત છેલ્લા કેટલાક સમયથી દર્દીઓનાં સારવાર દરમિયાન મૃત્યુના મામલામાં મૃતક કે બિમાર દર્દીઓનાં સગાઓનો રોષ તબીબો પર ઉતરવાની ઘટનામાં ચિંતલાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરજ પરનાં તબીબો પર હિંસાની ઘટનામાં હવે ૧૦ વર્ષની આકરી જેલની જાની જોગવાઈ કરવાની કવાયત કરવામાં આવી રહી છે.
ફરજ પરનાં તબીબો પરનાં હુમલાના ગુનાઓ હવે ગંભીર અને બિન જામીન પાત્ર ગુના ગણીને ડોકટરો પર હુમલો કરનારને દસ વર્ષની જેલની સજા ઉપરાંત અકરા દંડ અને મિલકતને નુકશાન કરવામા આવ્યું હોય તેનાથી બમણા દંડની જોગવાઈ કરવાનું વિધેયક લવાઈ રહ્યું છે. આરોગ્ય મંત્રાલયના સુત્રોએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતુ કે મંત્રાલયની આંતરીક સમિતિ દ્વારા તબીબોને સુરક્ષા પ્રદાન કરતુ વિધેયક તૈયાર કરવામા આવી રહ્યું છે. અને ટુંકમાં તેને કાયદાનું રૂપ આપવામાં આવશે. તબીબોની સુરક્ષા માટે કેન્દ્રસ્તરનાં કાયદાની દરખાસ્તમાં તબીબોની સુરક્ષા માટે ઈન્ડિયન પીનલ કોડ અને ફોજદારી ધારામાં તબીબો પરનાં હુમલાખોરોને સજા અને દંડની જોગવાઈ સાથે હિંસાના પ્રકાર અને આવા બનાવોમાં તબીબોને કેટલા પ્રમાણમાં નુકશાન થયું છે. અને મિલકતોનાં પ્રમાણમાં સજાની જોગવાઈની હિમાયત કરવામાં આવી છે.
તબીબો માટેના સુરક્ષા ધારાના નવા કાયદાની જોગવાઈમાં હિંસા અને ઈજાના પ્રકાર સામાન્ય કે ગંભીર ઈજાને ધ્યાને લઈને કરવામાં આવશે. દેશના ફરજ પરનાં તબીબો પરનાં હુમલાને નિયંત્રણમાં લાવવા માટે લાવવામાં આવનાર નવા કાયદામાં તબીબો અને હોસ્પિટલોને સુરક્ષા કવચ પ્રદાન કરતા કાયદામાં હુમલાખોરને જેલની સજા અને તબીબોની મિલ્કતને નુકશાન માટે ઓછામાં ઓછા કુલ નુકશાનના બેગણા વળતર આરોપીને સુચવવામાં આવી છે.
દેશમાં તબીબ સુરક્ષા ધારાનો આ નવો કાયદો દેશના ૨૧ રાજયોમાં લાગુ કરવામાં આવશે. તબીબોનાં મતે તબીબ વિરોધી હિંસા અને દવાખાનાઓ ઉપરના હુમલાની આ ઘટનાઓ સમગ્ર દેશમાં નિયંત્રીત થવી જોઈએ દરેક રાજયમાં તબીબોને સુરક્ષીત રાખતા કાયદાઓ ને વધુ સંગીન બનાવી દેશભરમાં એકસમાન ધોરણે તેના અમલ થવો જોઈએ સાથોસાથ તબીબો અને દવાખાનાઓ પરનાં હુમલામાં આરોપીઓને આકરી સજા થવા અંગે લોકો ને વ્યાપક માહિતગાર કરવા જોઈએ.
આઈએમએના મહાસચિવ આર.વી અશોક અને તબીબ સુરક્ષાનો કાયદો અને તેની જોગવાઈની કાર્યવાહી સામાન્ય જનતા સુધી પહોચાડવાની હિમાયત કરી છે. આઈએમએના અંદાજ મુજબ દેશભરમાં ૭૫%થી વધુ તબીબો આ પ્રકારની હિંસાનો સામનો કરવાનો સતત ભય અનુભવી રહ્યા છે. તબીબો પરનાં હુમલામાં ૧૦ વર્ષની જેલ અને આકરો દંડ ભરવો પડે તેવો કાયદો ટુંક સમયમાં લાગુ થશે.