આજે દેશભરમાં તબીબો એક દિવસની પ્રતિક હડતાળ પર છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન હેઠળ આજે દેશભરના દવાખાના તેમજ હોસ્પિટલો સવારે આઠથી બપોરે બે વાગ્યા સુધી બંધ રહેશે.
જોકે આ સમયે ઈમરજન્સી સેવા ચાલુ રહેશે.ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વારંવાર રજૂઆત છતાં કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોઈ હકારાત્મક અભિગમ નહી મળતા દેશના તમામ તબીબોએ હડતાળ પર ઉતરી જવાની જાહેરાત કરી હતી.
પુરા ભારતમાંથી છ હજાર કરતા વધુ તબીબો, વિદ્યાર્થીઓ આજે દિલ્હીના રાજઘાટ ખાતે એકઠા થવાના છે. તેમજ ત્યાંથી રેલી કાઢીને ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ પહોંચશે, જ્યાં મહાસભા યોજાશે.