હિમાંશુ ઠક્કર ની વિદ્યાનગર મેઈન રોડ રાજકોટ સ્થિત કાન નાક ગળા ની હોસ્પિટલમાં એક ખુબજ અનોખો કેસ આવ્યો નાના બાળકો રમતા રમતા નાક માં કાંઈક નાખી દે ત્યારે કેવી ગંભીર પરિસ્થિતી માં મુકાઈ જાય તેવોજ એક કિસ્સો સામે આવ્યો ખુશી ઉપેન્દ્ર પ્રસાદ નામની દોઢ વર્ષ ની બાળકી રમતા રમતા નાક માં સેફ્ટી પિન નાખી ગઈ અને જયારે તેની માતા એ તે નાક માં ફસાયેલ પિન ઘરે કાઢવાની કોશિશ કરી તયારે બાળકી એ ઊંડો શ્વાસ લઈ લેતા તે સેફ્ટી પિન નાક માંથી ખુબજ ઊંડે ઉતરી ગઈ.
ઉપેન્દ્ર પ્રસાદ બાળકી ના પિતા મૂળ બિહાર પટના ના રહેવાસી અને હાલમાં રાજકોટ ખાતે કારખાના માં કારીગર તરીકે કામ કરે છે તે બાળકી ને તાત્કાલિક ડો હિમાંશુ ઠક્કર પાસે લઈ આવ્યા અને એક્સરે કરાવતા માલુમ પડ્યું કે સેફ્ટી પિન છેક નાક ની પાછળ ઊંડે તાળવા માં ફસાઈ ગઈ છે.ડો ઠક્કરે તાત્કાલિક દૂરબીન વડે 3 સેન્ટિમીટર મોટી સેફ્ટી પિન કાઢી આપી બાળક ની જિંદગી બચાવી હતી.આ કેસ ની વિકટ પરિસ્થિતિ એ હતી કે બાળકી ની ઉમર માત્ર દોઢ વર્ષ તેથી નાક નું કાણું ખુબજ સાંકડું હોય તેવાં માં દૂરબીન વડે ઊંડે ફસાયેલ સેફ્ટી પિન કાઢવી એ ખરેખર ખુબજ નિપુણતા માંગી લે છે .
જો આ પિન હજુ ઊંડે શ્વાસનળી માં ઉતરી ગઈ હોત તો બાળકી નો જીવ જોખમ માં મુકાઈ તેવી પરિસ્થિતી સર્જાઈ પરંતુ આવા અનેક ઓપરેશનો સફળતા પૂર્વક પાર પાડવા માં માહિર એવા ડો હિમાંશુ ઠક્કરે પોતાની આગવી સુજ અને કુનેહ થી બાળકી ને નવજીવન આપ્યું.દર્દી ના પરિવારજનો એ ડો હિમાંશુ ઠક્કર નો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.હોસ્પિટલ નું સરનામું ડો ઠક્કર ઇએન્ટી એન્ડ ડેન્ટલ હોસ્પિટલ.202 લાઈફ લાઈન બિલ્ડીંગ વિદ્યાનગર મેઈન રોડ રાજકોટ.